100 કરોડ વેક્સિન ડોઝ લાગતાની સાથે જ આપના મોબાઈલમાં વાગતી કોલર ટ્યૂન બદલાઈ ગઈ છે. જો આપ કોલ કરશો તો, આપને કરોના મહામારી પ્રત્યે એલર્ટ કરતી કોલર ટ્યૂનની જગ્યાએ વેક્સિનેશન અભિયાનની સફળતાનો મેસેજ સંભળાશે.
કોરોના મહામારી પ્રત્યે એલર્ટ કરવા માટે મેગાસ્ટાર અમિતાભ બચ્ચના અવાજમાં જાગૃતિનો મેસેજ આપવામાં આવતો હતો. જો કે, આ વર્ષે કોરોના કોલર ટ્યૂનમાં બિગ બીના અવાજ સંભળાતો બંધ થઈ ગયો હતો. હકીકતમાં અમિતાભ બચ્ચનનો અવાજ હટાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. પણ તેના કારણે કોલર ટ્યૂન બદલવામાં આવી નથી.
હકીકતમાં અરજીમાં કહેવામાં આવ્યુ હતું કે, કોલર ટ્યૂનમાં અસલી કોરોના યોદ્ધાને લેવા જોઈએ. તેથી અમિતાભ બચ્ચનનો અવાજ હટાવી દેવો જોઈએ. કેમ કે અમિતાભ બચ્ચન સહિત તેનો સમગ્ર પરિવાર કોરોનાગ્રસ્ત થયો હતો. તેથી તેમના અવાજથી જાગૃતિ મેસેજને અસર થઈ શકે છે.
જ્યારથી કોરોનાએ દેશમાં દસ્તક દીધી, ત્યારથી મોબાઈલ ફોન યુઝર્સને કોલ કરવા પર કોરોના મહામારી પ્રત્યે સતર્ક કરવા માટે કોલર ટ્યૂન સંભળાતી હતી. જો કે, કેટલાય લોકો હવે તેનાથી કંટાળી ગયા છે. અને ફરિયાદ પણ કરી ચુક્યા છે. અમુક લોકોએ કોલર ટ્યૂન હટાવા માટે કોર્ટમાં અરજી પણ કરી હતી.