Fri. Nov 22nd, 2024

BIG BREAKING: કન્નડ સુપરસ્ટાર પુનિત રાજકુમારનું હાર્ટ એટેકથી નિધન, ICUમાં હતા દાખલ

કન્નડ સુપરસ્ટાર પુનિત રાજકુમારના નિધનના સમાચાર સામે આવ્યા છે. હાર્ટએટેક આવતા ICUમાં હતા દાખલજાણીતા કન્નડ ફિલ્મ અભિનેતા પુનીત રાજકુમારનું નિધન થયું છે. તેઓ 46 વર્ષના હતા.

શુક્રવારે પુનીત રાજકુમારને હાર્ટ એટેક આવતા ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને બેંગ્લોરની વિક્રમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પુનીત રાજકુમારના આકસ્મિક નિધનથી ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પુનીતને શુક્રવારે સવારે હૃદયરોગનો હુમલો આવતા તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. એવું જાણવા મળ્યું હતું કે તે જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો હતો.

ANI એ તેમના વિશે અપડેટ આપ્યું: “પુનીથ રાજકુમારને સવારે 11:40 વાગ્યે ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. તે બિન-પ્રતિભાવશીલ હતો અને કાર્ડિયાક એસીસ્ટોલમાં હતો અને એડવાન્સ્ડ કાર્ડિયાક રિસુસિટેશન શરૂ કરવામાં આવ્યું છે: વિક્રમ હોસ્પિટલ, બેંગલુરુ.”

શુક્રવારે સવારે વિક્રમ હોસ્પિટલના ડૉ. રંગનાથ નાયકે જણાવ્યું હતું કે, “તેમની સારવાર માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. તેમની હાલત ગંભીર છે. અત્યારે કંઈ કહી શકાય તેમ નથી. જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની હાલત ખરાબ હતી, ICUમાં સારવાર ચાલી રહી હતી.”

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ એસ બોમાઈ પુનીત રાજકુમારની તપાસ કરવા વિક્રમ હોસ્પિટલ પહોંચ્યા હતા.

કન્નડ સિનેમાના સૌથી મોટા સ્ટાર્સમાંના એક પુનીત સુપરસ્ટાર રાજકુમારનો પુત્ર છે. તેણે બાળ કલાકાર તરીકે 1985ની ફિલ્મ બેટ્ટાડુ હુવીથી તેની કારકિર્દીની શરૂઆત કરી અને શ્રેષ્ઠ બાળ કલાકારનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ જીત્યો.

પુનીત રાજકુમારે અંદાજે 29 કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓને ફેન્સ પ્રેમથી ‘અપ્પુ’ કહીને બોલાવે છે. તેઓએ ચાઇલ્ડ આર્ટિસ્ટથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 1985માં આવેલી ફિલ્મ બેટટ્ડા હુવુમાં પોતાની અદાકારી માટે તેઓને સર્વશ્રેષ્ઠ બાલ કલાકારનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો.

તેઓને ફિલ્મ ચાલિસુવા મોદાગાલુ અને યેરાડુ નક્ષત્રગેલુમાં શાનદાર એક્ટિંગ માટે પણ સર્વશ્રેષ્ઠ બાલ કલાકારનો કર્ણાટક રાજ્યનો પુરસ્કાર પણ મળી ચૂક્યો છે.

Related Post

Verified by MonsterInsights