અમેરિકાની એક મોડલ પોતાના ફોટોશૂટને લઇને આજકાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ છે. જોકે, વિવાદિત ફોટોશૂટ બાદ પણ મોડલે માફી માગવાને બદલે પોતે કશુ ખોટું કર્યું ન હોવાનું રટણ કરી રહીં છે.
અમેરિકાની 20 વર્ષીય મોડલ જેને રિવેરા (Jayne Rivera)એ બ્લેક કલરનો ડ્રેસ પહેરી પોતાના પિતાની ડેડ બોડી પાસે જ ગ્લેમરસ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું હતું. એટલું જ નહીં જેને રિવેરાએ આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કર્યો. ત્યાર બાદ યુઝર્સે તેની આ હરકતને લઇને બરાબરની ઝાટકી નાખી હતી.
જોકે, સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા બાદ રિવેરાએ ન્યુઝ ચેનલ એનબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું,‘સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા ફોટામાં કશું ખોટું નથી, હું તેના પર કાયમ રહીશ. જો મારા પિતા આજે જીવતા હોત તો તેમને મારા પર ગર્વ થયો હોત કારણે તેઓ મારા કરિયરને સપોર્ટ કરતા હતા. મે સારી ભાવના સાથે ફોટો પડાવ્યો હતો. મારા પિતા જીવતા હોત તો તેમને આ કામ કરવા માટે સમર્થન આપ્યું હોત.
અમેરિકાની મોડલ જેને રિવેરાના પિતાનું 11 ઓક્ટોબરના રોજ 56 વર્ષની ઉંમરે નિધન થયું હતું. દરમિયા તેના પિતાની કોફીન પાસે જ મોડલ જેને રિવેરાએ ફોટોશૂટ કરાવ્યું હતું. આ સમયે તેને બ્લેક કલરનો ડ્રેસ અને હાઇહીલ સેન્ડલ અને મેકઅપ કર્યો હતો. ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં યુઝર્સ મોડલ પર ભડક્યાં હતા અને તેના પર ફીટકાર વરસાવ્યો હતો.