રાજકોટઃ દોઢસો ફૂટ રોડ પર આવેલા ઓવર બ્રિજ પર ચાલુ ગાડીએ યુવાનો દ્વારા ફટાકડા સળગાવી ફેંકવામાં આવતો હોય તે પ્રકારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતા ગાંધીગ્રામ પોલીસ દ્વારા ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.રાજકોટ શહેર આમ તો રંગીલુ શહેર તરીકે જાણીતું છે. પરંતુ તેમ છતાં અવારનવાર લુખ્ખા તત્વો તેમજ આવારા તત્વો દ્વારા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે.
ત્યારે બીજી તરફ પોલીસ પણ આ પ્રકારના આવારા તત્વો તેમજ લુખ્ખા તત્વોને ઝડપી પાડી તેમને કાયદાના પાઠ ભણાવતી હોય છે. ત્યારે તાજેતરમાં જ ઓવરબ્રીજ પર ચાલુ ગાડીએ ફટાકડા સળગાવી ફટાકડા ફેકનાર ત્રણ જેટલા યુવકોની ગાંધીગ્રામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં જ જે વીડિયો વાયરલ થયો હતો તે 2જી નવેમ્બરનો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસ તપાસમાં આરોપીઓ 2જી નવેમ્બર ની રાત્રીએ બે વાગ્યા આસપાસ એક્સેસ વાહનમાં સવાર થઈ જાહેર રસ્તા પર ફટાકડા ફોડ્યા હતા.
સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા ફટાકડા ફોડી નાર તેમજ મદદગારી કરવાના ગુનામાં આરોપી હર્ષિત ચૌહાણ જયરાજ નકુમ તેમજ આદિત્ય વાઘેલા નામના યુવાનની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓ વિરૂદ્ધ આઈપીસીની જુદી જુદી કલમો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.
સમગ્ર મામલાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર નીલ તેમના નામના યુવાનના એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો હતો. ત્યારે ફાઇનલ વીડિયો મામલે પોલીસે ગુનો નોંધી ફટાકડા ફોડયા તેમજ વીડિયો ઉચ્ચાર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ અલ્ટો કારમાં સવાર બે યુવાનોએ એસ્ટ્રોન ચોક નજીક ચાલુ ગાડીમાં ફટાકડા સળગાવી રસ્તા પર ફેંક્યા હતા. જે બાબત નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા એ ડિવિઝન પોલીસ દ્વારા બે જેટલા યુવાનોની ધરપકડ પણ કરવામાં આવી હતી.