લાભપાંચમ ના શુભ દિવસે ભવ્ય એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લીમીટેડ ના બેનર હેઠળ નવી અર્બન ગુજરાતી ફિલ્મ “GJ થી NJ” નું શુભ મુહરત થયું છે. ફિલ્મ ના નિર્માતા છે ફાલ્ગુન પટેલ, નાગેશ પાઠક અને તરલ દવે. ફિલ્મ ના લેખક અને દિગ્દર્શક છે પ્રણવ પટેલ. ફિલ્મ ની લીડીંગ કાસ્ટ છે પંક્તિ પટેલ, નિસર્ગ ત્રિવેદી, જીતેશ કેશવાલા, કોમલ પંચાલ, ખુશી આચાર્ય,
ફિલ્મ ના દિગ્દર્શક ના અભિપ્રાય મુજબ આજે ગુજરાત નું યુથ ભણી-ગણી ને વિદેશ માં-ખાસ કરી ને અમેરિકા- કેનેડા માં સેટલ થવા માંગે છે. એટલુજ નહિ યુવાનો ના માં-બાપ પણ નથી ઈચ્છતા કે એમના બાળકો ભારત માં રહે. આ ફિલ્મ આવા જ એક મિડલ ક્લાસ પરિવાર ની સ્ટોરી છે જેમાં માં-બાપ પોતાની છોકરી ની જીંદગી સુધારવા માટે એનું લગ્ન એક NRI મુરતિયા સાથે કરવા માંગે છે, અને એ પ્રયાસ દરમિયાન અનેક વળાંકો અને ઉતાર ચઢાવ માંથી પરિવાર પસાર થાય છે.
ફિલ્મ ના પ્રોડ્યુસર્સ ના જણાવ્યા અનુસાર અત્યારનું યુથ સરકારી વિભાગો માં વ્યાપ્ત ભ્રષ્ટાચાર, ગેરવાજબી આરક્ષણ અને તરક્કી ના અસમાન અવસરો થી ત્રસ્ત છે. એની સામે વેસ્ટર્ન કન્ટ્રી યુવાનો ને એમની આવડત અને મહેનત અનુસાર આગળ વધવાની સમાન તક આપે છે. પ્રોડ્યુસર્સ ના મંતવ્ય અનુસાર આ ફિલ્મ ધ્વારા તેઓ સમાજ માં વ્યાપ્ત નારાજગી પર પ્રકાશ પાડવા માંગે છે.