DAHOD:કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા કરવામાં આવેલી ગેર વહીવટ બાબતે ગામના જાગૃત નાગરિકો દ્વારા T.D.O.-D.D.O.- જિલ્લા કલેકટર અને જિલ્લા માહિતી અધિકારીને રજૂઆત કરવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી ન કરાતા ગ્રામજનો માં અસંતોષ ફેલાયો
કરોડિયા પૂર્વ ગામના નાગરિકો વતી પારગી રામજીભાઈ ગેંદાલભાઈ એ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી,દાહોદ જિલ્લા વિકાસ અધિકારી,દાહોદ જિલ્લા કલેકટર અને દાહોદ જિલ્લા માહિતી અધિકારી ને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે કરોડિયાપુર્વ ગ્રામ પંચાયતના સરપંચ ઝાલાભાઇ જેતાભાઇ ચરપોટ તારીખ 19 5 2020 ના રોજ ગુજરી જવાથી ગ્રામ પંચાયત નો હવાલો ડેપ્યુટી સરપંચ હિતેશ કુમાર નટવરલાલ કલાલ ને ગ્રામ પંચાયતનો વહીવટ કરવા હુકમ થયો હતો પરંતુ કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતમાં તારીખ 19 5 2020 થી ગ્રામ પંચાયતની કોઈ પણ જાત ની મીટીંગ કે ગ્રામ સભા બોલાવવામાં આવી નથી અને ગ્રામ પંચાયતના બોર્ડ સભ્યોને જાણ કર્યા વગર એજન્ડામાં સહીઓ કરી મીટીંગો બોલાવી વહીવટ કરવામાં આવેલ છે જેથી ગ્રામ પંચાયત ઠરાવો તથા એજન્ડા બુકો તેમજ કરેલા વિકાસના કામો તેમજ પંચાયતમાં આવતી તમામ ગ્રાન્ટ માં કયા કામો કરવામાં આવ્યા છે 14 માં નાણાપંચ ના નાણાપંચના ક્યાં વાપરવામાં આવ્યા છે તેમજ જરૂરિયાત મંદ લોકોને પણ લાભ મળેલ છે કે નથી જે કરોડીયાપુર્વ ગ્રામ પંચાયત માં કેટલા નાણા સ્વચ્છતા પાછળ વાપરવામાં આવ્યા છે તેમજ કેટલા શોચાલય બનાવવામાં આવ્યા છે નાણાપંચમા કયા કામો કર્યા એના કયા વાઉચરે ખર્ચવામાં આવ્યા તેના પણ રેકોર્ડ સહિત પુરાવા ફોટોગ્રાફ સાથે ની માહિતી રજૂ કરવા કરોડીયાપુર્વના ગ્રામજનો એ રજુઆત કરી હતી
ગ્રામજનોએ વધુમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે કરોડિયાપુર્વ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા એક હથ્થુ શાસન ચલાવી ગ્રામ પંચાયતના સરકારી નાણાંનો દુરુપયોગ થઈ રહેલ છે પંચાયતમાં હાલના ડેપ્યુટી સરપંચ ને સરપંચ તરીકેનો હવાલો મળ્યો ત્યારથી તેઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરી ખોટા ઠરાવો કરી કાગળો ઉપર કામ બતાવી આદિવાસી ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરી સરકારી નાણાંનો ખોટો ભ્રષ્ટાચાર આચરેલ છે જેથી ગ્રામજનોએ અરજ કરતા જણાવ્યું હતું કે અમારી રજૂઆત ધ્યાને લઇ કરોડિયાપૂર્વ ગ્રામ પંચાયતના તમામ વોર્ડ સભ્યો તેમજ ગ્રામજનોને સાથે રાખી તમામ રેકોર્ડ જપ્ત કરી દરેક કામોની વર્ષ 2020 – 2021 સુધીના કામો તેમજ રેકોર્ડ તપાસી ચકાસી ગ્રામ પંચાયતમાં થતો ભ્રષ્ટાચાર અટકાવવા તેમજ તમામ પુરાવાઓ સાથે અમોને તપાસ કરી અમારી માંગણી મુજબ ના અમારા જે મુદ્દાઓ અરજીમાં ટાકેલ છે તેની યોગ્ય તપાસ કરી ગ્રામજનોને ન્યાય અપાવો તેમજ સરકારના નિયમો મુજબ ગ્રામ પંચાયત માં કેટલા દિવસે અથવા મહિને સામાન્ય સભા કે ગ્રામ સભા ભરવામાં આવે છે અને એજન્ડા સભ્યોને બતાવવામાં આવે છે કે સામાન્ય નાગરિકને મિટિંગમાં બોલાવવામાં આવે છે કે કેમ જેનું યોગ્ય ન્યાય અપાવવા કરોડિયા પૂર્વ ગામના ગ્રામજનોએ નમ્ર ભરી રજૂઆત કરી હતી આ રજૂઆત કર્યા ને મહિના ઉપરનો સમય વિતવા છતાં ફતેપુરા તાલુકા કક્ષાએથી અથવા તો દાહોદ જિલ્લા કક્ષાએ થી કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા કરોડિયા પૂર્વ ગામના નાગરિકો મા ભારે અસંતોષની લાગણી ફેલાઈ જવા પામી છે
ગ્રામજનોએ વધુમાં જણાવ્યું કે જો કોઈપણ કક્ષાએથી તપાસ આવે તો રજૂઆત કરનાર સહિત ગામના નાગરિકો ગ્રામ પંચાયતમાં હાજર રહી રજૂઆત કરવામાં આવેલા દરેક મુદ્દા નો જવાબ આપવા માટે તૈયાર છે ગ્રામજનોએ વધુમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે કરોડિયાપુર્વ ગામ પંચાયતમાં કરવામાં આવતી મકાન આકારણી વર્ષ 2020 થી 2021માં કેટલી કરવામાં આવી અને કેટલા મકાન અને બાંધકામ કરવા મંજૂરી આપવામાં આવી અને જે તે અરજદાર પાસે આકારણીના રૂ. 70000 થી 1.5 લાખ સુધીના લઈ આકારણી કરવામાં આવેલી છે જેની પણ તપાસ કરવા માટે ગ્રામજનોએ વિનંતી કરી છે તથા આકારણી નાણાં મેરા પેટી દોસ્ત જમા કર્યા તો બાકીના નાણા 10 ટકા જમા કર્યા તો બાકી ના નાણા કયા ગયા તેની પણ તપાસ કરવા માટે ગ્રામજનોએ સંવેદનાસભર અપીલ કરી છે ત્યારે હવે તાલુકા કક્ષાએથી અથવા જિલ્લા કક્ષાએથી શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું.