ગુજરાત સહિત દેશભરમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારને દંડ થયાનું તો તમે સાંભળ્યું હશે. પરંતુ આજ સુધી તમે એવું સાંભળ્યું છે કે, ટ્રાફિક નિયમોનું પાલન કરનાર વ્યક્તિનું સન્માન કરાશે? હા હવે વડોદરામાં ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર વ્યક્તિનું સન્માન કરવામાં આવશે એટલું જ નહીં આવા વ્યક્તિઓને ઇનામ પણ આપવામાં આવશે.
નોંધનીય છે કે, ટ્રાફિક નિયમનું પાલન કરનાર 50 વ્યક્તિને રોજ 100 રૂપિયાની પેટ્રોલની કુપન આપી સન્માન કરવામાં આવશે. વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે ટ્રાફિક ચેમ્પ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સ્કીમ એક વર્ષ સુધી ચાલુ રાખવામાં આવશે. પોલીસ કમિશનરે કહ્યું કે વડોદરા શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા આ સ્કીમ ચાલુ કરાશે. અને જે વ્યક્તિ ટ્રાફિકના નિયમ પાળશે તેની પસંદગી કરાશે અને દરરોજ 50 વ્યક્તિઓને કૂપન આપવામાં આવશે.
જણાવી દઈએ કે આ સ્કીમ મુજબ દરરોજ ટ્રાફિકનું પાલન કરતા 50 લોકોનું સમ્માન કરવામાં આવશે. તેમજ તેમને ઇનામ રૂપે પેટ્રોલની કુપન પણ આપવામાં આવશે. આ સ્કીમ વડોદરા શહેરમાં એક વર્ષ સુધી ચલાવવામાં આવશે.