Sun. Sep 8th, 2024

હોમગાર્ડના ભરતી મેળામાં શારીરિક કસોટી બાદ એક યુવાનનું ઘટના સ્થળે મોત

twitter.com

ગુજરાતમાં સરકારી ભરતીની સીઝન ચાલી રહી છે. જીઆરડી, હોમગાર્ડ, એલઆરડી અને પીએસઆઈની ભરતી માટે અનેક યુવાનો કમર કરી રહ્યા છે. વહેલી સવારે રનિંગ કરીને મહેનત કરી રહ્યા છે. ગણતરીની સંખ્યામાં સરકારી નોકરી માટે મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા છે. નજીકના જિલ્લાઓમાં મોટી સંખ્યામા યુવકો ભરતી માટે પહોંચ્યા છે. એ સમયે સરકારી નોકરીની આશાએ આવેલા એક આશાસ્પદ યુવકનું ભરતી દરમિયાન અવસાન થયું છે.

અરવલ્લી જિલ્લાના ટીંટોઈ, સરડોઇ અને ધનસુરા વિસ્તારમાંથી હોમગાર્ડમાં ભરતી થવા માગતા ઉમેદવારો ભરતી હેતુ આવ્યા હતા. આ માટે મોડાસાના સાકરીયા ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભરતી કેમ્પ યોજાઈ ગયો હતો. જેમાં ત્રણેય વિસ્તારોમાંથી કુલ 243 ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માટે આવ્યા હતા. આ ભરતીમાં મોડાસા તાલુકાના મોટી ઈસરોલ પાસે આવેલા ભીલકુવા ગામનો વતની રણજીતસિંહ રજુસિંહ પરમાર (ઉંમર 25 વર્ષ) નામનો ઉમેદવાર પણ કસોટી આપવા માટે આવ્યો હતો. આ ઉમેદવાર ભરતીમાં શારીરિક કસોટી આપ્યા બાદ સર્ટિફિકેટ વેરિફિકેશન કરાવી રહ્યો હતો ત્યારે અચાનક ચક્કર આવવા લાગ્યા, તબિયત લથડી હતી. જેથી સ્થળ ઉપર હાજર ડૉક્ટરની ટીમે પ્રાથમિક તપાસ બાદ વધુ સારવાર માટે સ્થળથી યુદ્ધના ધોરણે હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં આ યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. યુવાનના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છે. એમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૃત્યુ પામનાર યુવક આર્થિક ગરીબ પરિસ્થિતિનો અને નિરાધાર હતો. સંતાનમાં ત્રણ બાળકો છે. પરિવારને કોઈ રીતે આર્થિક મદદ મળી રહે એવી માગ પણ કરવામાં આવી રહી છે.

યુવક સરકારી નોકરીની આશાએ ભરતીમેળામાં ભાગ લેવા માટે આવ્યો હતો. નાનપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. કાકાએ તેનો ઉછેર કરી મોટો કર્યો હતો. આ વાતની માહિતી મળતા જ યુવકના મોતના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. નર્મદા જિલ્લામાં હાલમાં હોમ ગાર્ડની ભરતી ચાલી રહી છે. જેમાં આસપાસના જિલ્લાઓમાંથી અને તાલુકાઓમાંથી અનેક યુવાનો ભાગ લઈ રહ્યા છે. મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો શારીરિક કસોટી પાર કરીને આ દિશામાં આગળ વઘી રહ્યા છે. આ માટે યંગસ્ટર્સ વહેલી રાત્રે 3.00 વાગ્યાથી લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. હોમગાર્ડની નોકરીમાં માનદવેતન હોય છે. કોઈ સરકારી પદ જેટલું ફિક્સ વેતન નથી હોતું. તેમ છતાં ગ્રેજ્યુએટ કક્ષાના ઉમેદાવારો આ ભરતી માટે દોડી આવ્યા છે. ભરતી દરમિયાન એક યુવાનનું મોત થતા મામલો સમગ્ર રાજ્યમાં ચર્ચામાં છે.

Related Post

Verified by MonsterInsights