Fri. Oct 18th, 2024

PGમાં પ્રવેશ મુદ્દે માગ ન સ્વીકારતા રાજ્યમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ, OPDમાં આજે નહીં જોડાય

રાજ્યમાં ફરી રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે, PGમાં પ્રવેશ મુદ્દે માંગ નહીં સ્વીકારતા તબીબો હડતાળ પર ઉતર્યા છે. મહત્વનું છે કે ગત અઠવાડિયે પણ તબીબો એક દિવસની હડતાળ પર ઉતર્યા હતા ત્યારે ફરી રેસિડેન્ટ તબીબો OPDમાં આજે નહીં જોડાવવાનો નિર્ણય કર્યો છે, પરતું હડતાળ દરમિયાન ઇમરજન્સી સેવા ચાલું રહેશે તેવું તબીબો જણાવી રહ્યા છે, ઉલ્લેખનિય છે કે અનેકવાર રાજ્ય સરકારને રજૂઆત કરી હોવા છતા તબીબોના પ્રશ્નોનું નિરાકણ લાવવામાં આવતું નથી, તેમજ એડહોક તબીબોની સેવા પણ સળંગ કરવાની માંગનો પણ સ્વીકાર કરવામાં આવ્યો નથી. ત્યારે હવે રેસિડન્ટ તબીબોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને તેઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.

તબીબોની માંગ છે કે 12 વર્ષથી રોકાયેલી બઢતી તાત્કાલિક આપવામાં આવે તેમજ રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં 400 ખાલી પોસ્ટ ભરવામાં આવે આ સાથે જ તબીબો એ પણ કહી રહ્યા છે કે નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ, પગારની મહત્તમ મર્યાદા સહિતનો ઠરાવ ફરી લાગુ કરાય જેથી તબીબોને કંઈક અંશે ફાયદો થયા. હડતાળમાં જોડાયેલા તબીબોએ ચીમકી ઉચ્ચારી છે કે 22 નવેમ્બરે રદ કરાયેલો ઠરાવ ફરી લાગુ આવે તેમજ તબીબોની કોન્ટ્રાક ભરતી બંધ કરી કાયમી ભરતી કરવામાં આવે સાથે જ થોડા સમય પહેલાં સરકારે આપેલી બાહેંધરીઓ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે.

Related Post

Verified by MonsterInsights