Sun. Sep 8th, 2024

જાણો હેડ ક્લાર્કનું પેપર ક્યાંથી લીક થયું અને કેટલામાં વેચાયું,પોલીસે કડી સોલ્વ કરી

youtube.com

હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થવા બાબતે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે હવે પોલીસે પેપર ક્યાંથી લીક થયું હતું તે કડી સોલ્વ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, જે પ્રિન્ટીંગ પ્રેસમાં આ પેપર છપાયા હતા ત્યાંથી જ આ પેપર લીક થાય છે. પોલીસ દ્વારા પ્રિન્ટીંગ પ્રેસના હેડ કિશોર આચાર્ય અને તેને જે બે હોસ્પિટલમાં કર્મચારીને પેપર વેંચ્યું હતું તેની પણ ધરપકડ કરી છે.

આ બાબતે રેંજ IG અભય ચુડાસમા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળના લીક થયેલ પેપર બાબતે અમે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. તેમાં અમે 8 આરોપીની ધરપકડ કરી છે. તે પછી અમારી તપાસ ચાલુ હતી. તેના પછી અમારી પાસે એક લીંક આવી અને તેમાં આગળ વધ્યા ત્યારે દિપક પટેલ નામના વ્યક્તિ સુધી પહોંચ્યા. દિપક સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે તેની ધરપકડ કરી છે.

અત્યારે જે દેવલ નામનો વોન્ટેડ આરોપી છે તે પણ સિંગરવા હોસ્પિટલમાં નોકરી કરે છે. આ બંને એક બીજાના સંપર્કમાં હતા. દિપકની પૂછપરછમાં તેને મંગેશ શીરકે જે મીઠાખળી હોસ્પિટલમાં નોકરી કરે છે તેની પાસેથી પેપર લીધા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, જે પ્રેસમાં આ પેપર છાપવામાં આવ્યું હતું તે પ્રેસમાં પ્રિન્ટીંગ હેડ તરીકે કામ કરતા કીશોર આચાર્યનું નામ અમને મળ્યું.

આ કિશોર સાણંદની બાજુમાં આવેલા વડ ગામમાં રહે છે. તેની અમે ધરપકડ કરી ત્યારબાદ તેની પૂછપરછ કરતા તેને આ પેપર પ્રેસમાંથી ખાનગી રીતે કાઢયાનું કબુલ્યું છે. તેને આ પેપર મંગેશને વેંચ્યું હતું. મંગેશની પાસેથી અમે 7 લાખ રૂપિયા રીકવર કર્યા છે. આ ઉપરાંત તેને પેપર બીજી એકથી બે જગ્યા પર આપ્યાનું પણ કબુલ્યું છે. અત્યારે આખી લીંક પ્રિન્ટીંગ પ્રેસ સુધી પહોંચી છે. આ પ્રિન્ટીંગ સાણંદમાં આવેલું છે. કિશોર આચાર્યએ મંગેશને 9 લાખ રૂપિયામાં પેપર વેંચ્યું હતું. અમારી તપાસ ચાલુ છે. આ પેપર લીક કાંડમાં જે ગુનેગાર હશે તેની ધરપકડ કરવાની છે.

પ્રિન્ટીંગ પ્રેસના માલિક સામે ગુનો નોંધવા બાબતે તેમને જણાવ્યું હતું કે, અત્યારે અમે ગૌણ સેવા પસંદગી મંડળ અને પ્રિન્ટીંગ પ્રેસ વચ્ચે જે કોન્ટ્રકટ થયો છે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાં જે શરતો અને જવાબદારી લખી હશે તેનો અભ્યાસ કર્યા બાદ જે ગુનેગાર નીકળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે અને તેના રિમાન્ડ મેળવીને પૂછપરછ કરવામાં આવશે અને ગત દિવસોમાં તેને જો આવું કામ કોઈ કર્યું હશે તે પણ બહાર આવશે અને તે બાબતે પણ અમે તપાસ કરીશું. અગાઉ પણ આ પ્રેસમાં પેપર છપાયા હતા. અત્યારે પ્રિન્ટીંગ પ્રેસ ચાલુ હાલતમાં છે. અત્યારે અમે કહી શકીએ છીએ કે આ પેપર સાણંદ પ્રિન્ટીંગ પ્રેસમાંથી લીક થયું છે. જયેશ પટેલ પોલીસ પાસે નથી. તે ફરાર છે. તે પણ પકડાય જશે. જયેશ પટેલની આગળની લીંક છે તે દિપક પટેલ છે. અને દીપક એમ્બ્યુલન્સનો ડ્રાઈવર છે.

ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓની પૂછપરછ બાબતે તેમને જણાવ્યું હતું કે, અત્યારે અમે માહિતી એકઠી કરી રહ્યા છીએ. કારણ કે એ સરકારી કચેરી છે. તેની આખી માહિતી લેંધી હોય છે. એટલે તેનો અભ્યાસ શરૂ છે. અત્યારે મેઈન લાઈન મંગેશ અને દીપકની ક્લીયર થઇ છે. જો આચાર્યએ બીજા કોઈને પેપર આપ્યું હશે તો તેમની પણ ધરપકડ થશે. આચાર્યએ 10 ડિસેમ્બરના રોજ પેપર લીક કર્યું છે. જેમને પેપર પૈસા આપીને લીધા છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે. આ બાબતે જે લોકો માહિતી ધરાવતા હોય તે સામેથી પોલીસ પાસે આવે એટલે પોલીસ થોડી સહાનુભૂમતીથી વિચારશે. નહીં તો જે આમાં સંડોવાયેલા છે તેમની ધરપકડ થવાની જ છે.

Related Post

Verified by MonsterInsights