ઝાલોદ તાલુકાના ફુલપુરા તળ પંચાયતના વિજેતા ઉમેદવાર ભુરિયા હવસિંગભાઈ પરાજિત ઉમેદવારને મળી અને સ્વાગત રૂપે ફુલહાર પહેરાવીને સમગ્ર દાહોદ જિલ્લામાં પ્રેરણાનું પ્રતીક સાબિત થતા બંને ઉમેદવારોમાં ભાઈચારા સાથે ગામના વિકાસમાં તમામનો ફાળો રહે એવી મિસાલ સાબિત કરી છે
પરીણામ બાદઝઘડાઓ છોડી ગામના વિકાસ માટે એક બીજાને ફુલહાર
.ચુંટણી બાદ હાર કે જીત પચાવીના શકનાર ઉમેદવારો માટે ફુલપુરા તળ ગ્રામ પંચાયત પ્રેરણા બની
ઝાલોદ તાલુકામાં 43 ગ્રામ પંચાયતની યોજાયેલી ચુંટણીના પરીણામ બાદ કેટલીક પંચાયતોમાં ઝઘડાઓના નાના મોટા બનાવો સામે આવ્યા હતા.ત્યારે ઝાલોદ તાલુકાની ફુલપુરા ગ્રામ પંચાયતની નવીન વિભાજન થયેલી ફુલપુરા તળ ગ્રામ પંચાયતની ચુંટણીમાં પરીણામ બાદ જીતેલા અને હરીફ ઉમેદવારોમાં ભાઈ ચારો જોવા મળ્યો હતો.ફુલપુરા તળ ગ્રામ પંચાયતની ચુંટણીમાં કુલ ચાર ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી જેમાં હવસિંગભાઈ ભુરિયા 307 મત મળ્યાં હતાં અને તેઓની જીત થઈ હતી.