અમદાવાદના ધંધુકામાં 25 જાન્યુઆરીના રોજ કિશન ભરવાડ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને લઇને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સમગ્ર મામલે નિરીક્ષણ કરી રહ્યા છે. પોલીસને પણ આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ત્યારે આ મામલે બે આરોપીની ધરપડક કરવામાં આવી છે. આરોપીની ધરપકડ બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી.
આ બાબતે SP વીરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે, 25 તારીખના રોજ ફાયરીંગ કરીને કિશનભાઈ ભરવાડ નામના વ્યક્તિની હત્યા થઇ હતી. તે બાબતે પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને તપાસ કરવામાં આવી. પોલીસ દ્વારા 302, 307 અને આર્મ્સ એક્ટની કલમો અનુસાર ફરિયાદ નોંધવામાં આવી છે. આ બાબતે અલગ-અલગ ટીમો બનાવીને પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ બે આરોપીઓના નામ શબ્બીર અને ઈમ્તિયાઝ છે. ઈમ્તિયાઝ બાઈક ચલાવી રહ્યો હતો અને શબ્બીર ફાયરીંગ કરી રહ્યો હતો.
આ બાબતે તપાસ કરવામાં આવી છે તેમાં જાણવા મળ્યું છે કે, 6 જાન્યુઆરીના રોજ મૃત્યુ પામનાર વ્યક્તિએ ફેસબુક પર પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ ધાર્મિક લાગણી દુભાવતી હોય તેવી હતી. આ બાબતે પોલીસ સ્ટેશનમાં 9 જાન્યુઆરીના રોજ મૃત્યુપામનાર કિશન વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પણ આ બે આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને આ બાબતે સંતોષ નહોતો. તેથી તેમને પોસ્ટનું ધ્યાનમાં લઇને એક કાવતરું રચીને આયોજનબદ્ધ રીતે ફાયરીંગ કરીને હત્યા કરવામાં આવી છે. આ વિગતો પૂછપરછ દરમિયાન મળેલી છે. સાથે એવું પણ જાણવા મળ્યું છે કે, શબ્બીર નામનો આરોપી છે. આરોપી શબ્બીરે મુસ્લિમ મૌલવી અને લીડરના પ્રભાવમાં આવીને આવું કૃત્ય કરેલું છે.
શબ્બીર એક વર્ષ પહેલા મૌલવીને મુંબઈમાં મળ્યો હતો. ત્યારબાદ તે મૌલવીની સ્પીચ મોબાઈલમાં સાંભળતો હતો. મુંબઈમાં રહેતા મૌલવીએ શબ્બીરની મુલાકાત જમાલપુરમાં રહેતા મૌલવી અય્યુબ સાથે સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ શબ્બીર અય્યુબ મૌલવીને સંપર્કમાં આવ્યો હતો. ચાર મહિના પહેલા શાહઆલમમાં મુંબઈના મૌલવી આવ્યા હતા અને ત્યાં જમાલપુરના મૌલવી ત્યાં હાજર હતા. તે સમયે શબ્બીર પર ત્યાં હતો. જમાલપુરવાળા મૌલવી પણ બોલતા હતા કે ધાર્મિક અંગે કોઈ પણ ટીપ્પણી કરતો હોય તો તેને બક્ષવાનો ન હોય.
મૌલવીએ આવી ચર્ચા શબ્બીરની સાથે કરી હતી, શબ્બીર આનાથી પ્રભાવિત થયો. તેવું આ કેસમાં જાણવા મળ્યું છે. જમાલપુરમાં રહેલા મૌલવીનું પૂરું નામ મૌલાના મહેબુબ અય્યુબ યુસુફભાઈ જબરાવાલા. આ મૌલવીને પણ રાઉન્ડઅપ કરવામાં આવ્યો છે.
મૌલવીએ જ શબ્બીરને કિશનને હત્યા કરવા માટે હથિયાર કર કારતૂસ આપ્યા હતા. આ માહિતી પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે. હત્યાની ઘટનાના 5થી 6 દિવસ પહેલા શબ્બીર અમદાવાદ ગયો હતો. આ મૌલવીને મળ્યો હતો. ત્યારબાદ મૌલવીએ કિશને કરેલી પોસ્ટ બાબતે જણાવ્યું હતું અને હથિયારની માગણી કરી હતી. ત્યારબાદ મૌલવીએ તેની પાસે જે હથિયાર હતું તે આપ્યું હતું. આગળની પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે કે, આ મૌલવી સિવાય અન્ય ક્યાં લોકો આમાં સામેલ છે. બીજા મૌલવી કોણ છે અને તેનું ક્યા પ્રકારનું સંઘઠન છે તે તપાસ ચાલુ છે. ઈમ્તિયાઝ પણ શબ્બીરનો મિત્ર છે. આરોપીઓના રિમાન્ડ માગવામાં આવશે. ત્યારબાદ હથિયાર અને ગુનામાં ઉપયોગમાં લીધેલી વસ્તુઓ રીકવર કરવામાં આવશે.