Fri. Oct 18th, 2024

એક બાળકની માતા 15 વર્ષીય કિશોરને ભગાડી ગઇ

મહેસાણામાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. 23 વર્ષની મહિલા 15 વર્ષના કિશોરને ભગાડી લઈ જતાં સમગ્ર ઘટના ચર્ચાનો વિષય બની છે.પોલીસે તાપી જિલ્લાના સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી બંનેને રંગહાથે ઝડપી લીધા છે. કિશોરના નિવેદનના આધારે મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

6 દિવસ અગાઉ પ્રેમ સંબંધમાં 15 વર્ષીય કિશોર તેના જન્મદિવસે અચાનક ગાયબ થયો હતો. 25 જાન્યુઆરીના રોજ ગુમ થયેલો કિશોર પરિવારએ શોધખોળ કરતાં ન મળતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કિશોર પોતાની સાથે સોનાનો દોરો, 10 હજાર રોકડ અને 7 જોડ કપડાં પણ લઈ ગયો હતો. એક 23 વર્ષની મહિલા તેના ફોનમાંથી તેના પિતાને ફોન કર્યો હતો કે કિશોર તેની સાથે છે તે ભગાડીને લઈ ગયો હોવાની જાણકારી આપી હતી.બાદમાં પોલીસ સતત ફોનમાં વાતચીત ચાલુ રાખવાનું કહી લોકેશન ખાળવાના પ્રયાસ કર્યા હતા. જે બાદ પૂરતી માહિતી મળતા તાપી જિલ્લાના સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી કિશોર અને યુવતીને ઝડપી પાડયા હતા.

અહેવાલ: પંકજ જોષી કચ્છ

Related Post

Verified by MonsterInsights