Sun. Sep 8th, 2024

જૂનાગઢ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ખોવાયેલ વસ્તુ પોલીસે પરત અપાવી

જૂનાગઢ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા કર્ણાટકથી આવેલ પ્રવાસીનો રૂ. ૮, ૫૦૦ની કીંમતનો ખોવાયેલ એમ. આઇ કંપનીનો મોબાઇલ ફોન જૂનાગઢ પોલીસ દ્રારા શોધી કાઢ્યો હતો


ધિરજ જૈન કર્ણાટક રાજ્ય ખાતે રહેતા હોય અને તેઓ સાડી વેચવા માટે જૂનાગઢ ખાતે આવેલ હોય અને ગત તા. ૨૯ ના રોજ રાજકોટથી જૂનાગઢ આવવા માટે ખાનગી વાહન ઇકોમાં બેઠેલ. ઇકોમાંથી ઉતર્યા બાદ તેમને ખંબર પડી કે, તેમનો એમ. આઇ કંપનીનો મોબાઇલ ફોન કી. રૂ. ૮૫૦૦ ઇકો ગાડીમાં ભુલાય ગયેલ અને પોતે એ પરસેવાની કમાણીથી પાઇ પાઇ ભેગી કરી ખરીદેલ હોય, જે એમ. આઇ કંપનીનો મોબાઇલ ફોન ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય, ધિરજ જૈન બીજા રાજ્યથી આવતા હોય અને વ્યથિત થઈ ગયેલ હતા.

ધિરજ જૈન દ્રારા આ બાબતની જાણ જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી. એસ. આઇ. પી. એચ. મશરૂને કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

અહેવાલ: પંકજ જોષી કચ્છ

Related Post

Verified by MonsterInsights