ગોધરા દાહોદ હાઇવે ઉપર ગોધરા નજીક આવેલા સાંકલીઆંટા ગામ પાસે બાઈક અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં તાલુકાના બોડીદ્રા બુઝર્ગ ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યા છે.
ગોધરા નજીક આવેલા સાંકલીઆંટા ગામ પાસે એક જ પરિવારના પાંચ સભ્યો માતા પિતા અને ત્રણ સંતાનો સાંકલીઆંટા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. દરમિયાન પ્રસંગ પુરો કરી પરત ફરતી વખતે લક્ઝરી બસ સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યા છે.
અકસ્માતમાં પતી-પત્ની અને પુત્રી ત્રણના મોત નિપજ્યા છે. જ્યારે બે ભાઈને ઈજાઓ પહોંચવા સાથે આબાદ બચાવ થયો છે. બંને
ગોધરા તાલુકાના બોડીદ્રા બુઝર્ગ ગામના સાંમતસિંહ કાનસિંહ બારીયા(35 વર્ષ) તેમના પત્ની સુમિત્રાબેન (33 વર્ષ), પુત્રી અંજનાબેન (10 વર્ષ)ના મોત નિપજ્યા છે. જ્યારે પુત્ર જયરામ (7 વર્ષ) અને પુત્ર વિકાસ (4 વર્ષ) ઇજાગ્રસ્તને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.