જેથી કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. દ્વારા સમ્રગ કચ્છ જિલ્લામાં આ મુજબના નિયંત્રણો ફરમાવાયા છે. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક, કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં મહત્તમ ૧૫૦ વ્યકિતઓ પરંતુ, બંધ જગ્યાએ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા (મહત્તમ ૧૫૦ વ્યકિતઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.
લગ્ન પ્રસંગે ખુલ્લામાં મહત્તમ ૩૦૦ વ્યકિતઓ પરંતુ, બંધ જગ્યાએ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા (મહત્તમ ૧૫૦ વ્યકિતઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.
જે માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે. અંતિમક્રિયા દફનવિધિમાં ૧૦૦ (એકસો) વ્યકિતઓની મંજુરી. પબ્લીક તેમજ પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટ અંતર્ગત નોનએસી બસ સેવાઓ ૭૫ ટકા ક્ષમતા સાથે, (standing not allowed) જયારે એસી બસ સેવાઓ મહત્તમ ૭૫ ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કફર્યુમાંથી મુકિત આપવામાં આવે છે.
સિનેમા હોલ, જીમ, વોટરપાર્ક તથા સ્વીમીંગ પુલ, વાંચનાલયો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો બેઠક ક્ષમતાના ૫૦ ટકાથી ચાલુ રાખી શકાશે. જાહેર બાગ બગીચાઓ રાત્રીના ૧૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. ધો. ૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી અંગેની/પરીક્ષાઓ માટેના કોચીંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦ ટકા વિદ્યાર્થીઓ ચાલુ રાખી શકાશે.
શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સુચનાઓને આધિન ચાલુ રાખી શકાશે.
શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત SOP સાથે યોજી શકાશે. સ્પોર્ટસ કોમ્પલેક્ષ/સ્પોર્ટસ સ્ટેડિયમ/સંકુલમાં રમતગમત પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે.
અહેવાલ પંકજ જોષી કચ્છ