Sun. Dec 22nd, 2024

દાહોદના શિંગવડમાં બસ સ્ટેશન ન હોવાથી આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ

દાહોદ જીલ્લામાં શિંગવડ તાલુકા બસસ્ટેશન ના હોવાથી નવા બસસ્ટેશનની  માંગ સાથે  આમઆદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો તાલુકા કક્ષાએ બસસ્ટેશનના હોવાથી  લોકોને મુશ્કેલીઓનો  સામનો કરવો પડે છે. ત્યારે લોકોના હિત માટે આમઆદમી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રભારી રમસુભાઈ હઠીલા દાહોદ જીલા પ્રમુખ ભાનુભાઇ પરમાર તેમજ જયેશભાઇ સંગાડા તેમજ અન્ય હોદ્દેદારો અને આમઆદમી પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા નવા બસસ્ટેશનની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો  હતો.

આમઆદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વારંવાર રજૂઆતો કરતાં હોવા  છતાં  પણ એસ.ટી  બસસ્ટેશન ન બનતું હોવાની સિંગવડ અને રનધીકપુર બજાર  અને આજુબાજુ ના ગામડાના મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ બાબતને લઈને આમઆદમી પાર્ટી દ્વારા નવા બસસ્ટેશનની માંગ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસ ની ખાલી વાતો કરતી હોય તેવું જોવા મળી રહ્યું છે અનેઆ બાબતને લઈને આમઆદમી પાર્ટી દ્વારા ભારે આકરા પ્રહારો સાથે  વિરોધ પ્રદર્શન સિંગવાડ ખાતે કરવામાં આવ્યો હતો .

 

Related Post

Verified by MonsterInsights