Sun. Sep 8th, 2024

ગુજરાતમાં નાઈટ ક્ફર્યૂને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર…!!!

ગુજરાત રાજ્યમાં સતત ઘટી રહેલા કેસને ધ્યાને લઈને રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. કોરોના વાયરસનું સંક્રમણ ઘટતા આઠ મહાનગર સિવાયના શહેરને રાત્રી કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે. મહાનગરના રાત્રી કર્ફ્યૂના સમયમાં ત્રણ કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્યના મહાનગરમાં રાત્રી કર્ફ્યૂ હવે 10ના બદલે 12 વાગ્યાથી શરૂ થશે. જ્યારે રાત્રી કર્ફ્યૂ સવારે છ વાગ્યાના બદલે પાંચ વાગ્યે પૂરો થશે.

વેપાર ધંધા હવે રાત્રીના 11 વાગ્યા સુધી ચાલું રાખી શકાશે. રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. આ સિવાય લગ્ન પ્રસંગમાં મહત્તમ 300 વ્યક્તિઓ હાજર રહી શકશે. હવે રાજ્યના આઠ મહાનગરમાં જ રાત્રી કર્ફ્યૂ રહેશે. આ નિર્ણયને કારણે જે ઘરમાં લગ્ન છે એને અને વેપારીઓને રાહત થશે. આ સિવાય અંતિમક્રિયામાં 100 વ્યક્તિઓ હાજર રહી શકશે. સિનેમા હોલ, જીમ, વોટર પાર્ક સહિતના એકમ 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે. ધો.9થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના કોચિંગ ક્લાસ 50 ટકા ક્ષમતા સાથે ચાલું રાખી શકાશે. રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત ઘટતા રાજ્ય સરકારે આ નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે.

રાત્રી કર્ફ્યૂ મહાનગરમાં યથાવત રખાયો છે. માત્ર સમય મર્યાદા ટૂંકી કરાઈ છે. રાત્રીના 12 થી 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે. જે મહાનગરમાં નાઈટ કર્ફ્યૂ યથાવત છે એમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગરનો સમાવેશ થાય છે.

છેલ્લા 18 દિવસમાં કોરોના વાયરસના નવા કેસમાં 800%નો તથા એક્ટિવ કેસમાં 375%નો મોટો અને નોંધપાત્ર ઘટાડો થયો છે. જેને ધ્યાને લઈ રાજ્ય સરકારે નિયંત્રણોમાં છૂટછાટ આપી છે. કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે તા.11 ફેબ્રુઆરીથી રાજ્યના માત્ર 8 મહાનગરોમાં જ નાઈટ કર્ફ્યૂ અમલી રહેશે. અઠવાડિયે ભરાતી ગુજરીબજાર, હાટ, હેરકટિંગ શૉપ, સ્પા-સલૂન, બ્યૂટિપાર્લર અને વ્યાપારિક પ્રવૃતિઓ રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. પરંતુ, વેક્સીનના બંને ડોઝ ફરજિયાત છે અને સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત દરેક જગ્યાઓ પર માસ્ક પહેરવાનું પણ યથાવત રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની હાજરી સાથે કોઈ સામાજિક કે ધાર્મિક કે રાજકીય કાર્યક્રમ યોજી શકાશે. આ સિવાય લગ્ન માટે ગુજરાત સરકારના ડિજિટલ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.

Related Post

Verified by MonsterInsights