Fri. Oct 18th, 2024

દાહોદ:ઝાલોદ સરકારી સાયન્સ કોલેજ ખાતે કાનૂની શિક્ષણ શિબિર યોજાયો

દાહોદ; જિલ્લાના ઝાલોદમાં સરકારી સાયન્સ કોલેજ ખાતે દાહોદ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ ઝાલોદ દ્વારા આયોજિત શિક્ષણ શિબિર યોજાયો જેમાં એડ્વોકેટ પ્રકાશભાઈ પરમાર દ્વારા કોલેજમાં કાયદાકીય માહિતી આપવામાં આવી. જેમાં સ્ત્રીઓના કાયદા વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું અને ઝાલોદ સરકારી સાયન્સ કોલેજ ખાતે અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ આદિવાસી વિસ્તાર માથી વધારે માત્રમાં આવતા હોવાથી આદિવાસી સમાજમાં બાળ લગ્ન અને છેડતી કરવી વગેરે કિસ્સાઓ વધરે માત્રમાં જોવા મળતા હોય છે. જેની અટકાય થાય તે માટે કાયદાકીય સલાહ આપવામાં આવી હતી. અને બહેનોને જણાવતા એડ્વોકેટ પ્રકાશભાઈ પરમાર સાહેબ દ્વારા ખાસ પોક્સો એક્ટ વિષે માહિતી આપતા જણાવ્યુ હતું.કે નાબાલિક સાથે છેડતી કરવી કે હેરાન પરેશાન કરવી કે નાની ઉમરે લગ્ન કરવા માટે બળજરી કરવામા આવતી હોય તો એમના વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોધાવી શકાય. એડ્વોકેટ પ્રકાશભાઈ પરમાર દ્વારા અભ્યાસ કરતી તમામ બહેનો અને ખાસ જણાવવામાં આવ્યું હતું કે તમારી સાથે આવી કોઈ પણ ઘટના બને તો તમે તેમની સામે કાયદાકીય પગલાં લેવા અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં વિના સંકોચે પગલાં લેવા જણાવ્યુ હતું.

Related Post

Verified by MonsterInsights