ઝાલોદ તાલુકામાં પી.ટી.સી કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પી.ટી.સી કોલેજ ખાતે ઝાલોદ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખશ્રી અનિતાબેન મછાર મામલતદાર તથા ડી.ઓ મેડમ પણ હાજર રહ્યાં હતાં તથા મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યાં હતાં જેમાં ઉપ પ્રમુખશ્રી અનિતાબેન મછાર દ્વારા મહિલાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે આ દિવસ નારી શક્તિ ને સમર્પિત છે.
આમ તો સમાજ કેટલોય આગળ નીકળી ગયો છે,પરંતુ મહિલાઓના હક્કની લડાઈ આજે પણ ચાલુ છે કેટલીક મહિલાઓ આજે વિવિધ સ્તરે પોતાના હક્કો માટે લડી રહી છે કેટલીક જગ્યાએ સન્માન અને હક નથી મળી રહ્યા એવામાં મહિલાઓના હક આપવવા માટે સમાજને જાગૃત કરવો જરૂરી છે