ઝાલોદ: તાલુકામાં મહુડી ગામે હનુમાન જયંતી નિમિત્તે હનુમાન દાદાના મંદિરનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.જેનું આયોજન ઝાલોદ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ અનિતાબેન મછાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ તરીખે જિલ્લા સભ્ય શ્રી સુમનબેન ડામોર ,જેસિંગભાઈ વસૈયા ,તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ડામોર અને મહુડી ગ્રામ પંચાયતના આગેવાનો અને ગ્રામજનોની હાજરીમાં હનુમાન જયંતી નિમિત્તે હનુમાન દાદાના નવીન મંદિરનું ખાત મુહૂર્ત અને ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.