Sun. Dec 22nd, 2024

ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર, સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64% પરિણામ આવ્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ/એપ્રિલ-2020માં લેવાયેલ સેકન્ડરી બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે. ધોરણ 10ની પરિક્ષાનું 65.18% પરિણામ જાહેર થયું છે. બોર્ડની વેબસાઈટ WWW.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. આજે જાહેર થયેલ પરિણામોમાં સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64% અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29% પરિણામ આવ્યું છે.

ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં અમદાવાદ શહેરનું 63.18% અને ગ્રામ્યનું 63.98% પરિણામ આવ્યું છે. શહેરમાં 586 અને ગ્રામ્યમાં 594 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. શહેરમાં B1 અને C2 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયાં છે. આ વખતે પરીક્ષામાં અમદાવાદ શહેરમાં 48755 અને ગ્રામ્યમાં 40584 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

સુરત જિલ્લાનું 75.64 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ 2532 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. સુરત જિલ્લાનું ગુજરાતમાં સૌથી વધુ 75.65 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. સુરતમાં 2532 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે A-2માં 9274, B-1માં 13371, B-2માં 15180, C-1માં 13360, C-2માં 6256 અને Dમાં 329 વિદ્યાર્થી ઉતીર્ણ થયા છે.

આ પરિક્ષામાં કુલ 7,81,702 નિયમિત વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા જે પૈકી 7,72,771 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. 5,03,726 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 65.18% આવ્યું છે. રિપીટર પરીક્ષાર્થીઓ તરીકે 1,40,485 પરીક્ષાર્થીએ ફોર્મ ભર્યા હતા જે પૈકી 1,33,520 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. જેમાંથી 41,063 પરીક્ષાર્થીઓ સફળ થતા તેઓનું પરિણામ 30.75% આવ્યું છે.

Related Post

Verified by MonsterInsights