ઉનાળુ વેકેશન બાદ આજથી શાળાઓ ખુલતા જિલ્લાની માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં બાળકોની નહિવત્ હાજરી છે. તો ખાનગી નર્સરી અને કેજીની શાળાઓ બાળકોના આગમન અને કિલ્લોલથી જીવંત બની ઉઠી હતી.
નર્સરી, બાલવાડી વિભાગમાં પહેલા દિવસે લાગણીસભર દ્રશ્યો પણ જોવા મળ્યાં હતાં. પ્રથમવાળ શાળામાં આવતાં ભૂલકાં વર્ગખંડમાં જવા કે બેસવા રાજી ન થતાં વાલીઓએ નાછુટકે વર્ગખંડમાં બેસી રહેવું પડ્યું હતું અને રડતા બાળકોને કલાકો સુધી સમજાવવાની મથામણ પણ કરવી પડી હતી. માયુસ ચહેરે નાછૂટકે બાળકો વર્ગખંડમાં બેસેલા જોવા મળ્યા હતા. બીજી તરફ વેકેશન બાદ ફરીથી શાળામાં આવતાં કેટલાંક ભૂલકાં હર્ષોલ્લાસ સાથે અન્ય મિત્રોને મળતા અને વેકેશનમાં માણેલી મજા શેર કરતા જોવા મળ્યા હતા.
ઉનાળું વેકેશન બાદ સોમવારથી શહેરની માધ્યમિક અને જિલ્લાની પ્રાથમિક શાળાઓ,અને ખાનગી નર્સરી અને કેજી (બાલવાડી) સહિત માધ્યમિક અને પ્રાથમિક શાળાઓ બાળકોના કિલ્લોલથી જીવંત બની હતી.
મોટાં બાળકો તો ઠીક પણ પ્રથમવાર નર્સરી અને કેજી (બાલવાડી)માં જતાં ભૂલકાંના અનેક રંગ પ્રથમ દિવસે જોવા મળ્યા હતા. પ્રથમવાર શાળામાં આવતાં ભૂલકા રૂદન સાથે વાલીનો પીછો ન છોડતાં કલાકો સુધી સમજાવવા પડ્યાં હતાં. કેટલાક બાળકો છેવટે માયુસ ચહેરે વર્ગખંડમાં બેસી ગયાં હતાં.