Mon. Dec 23rd, 2024

BVM 20,000 એન્જિનિયર્સની કારકિર્દી માટે પાયો બની

એલ એન્ડ ટીના ગ્રુપ એક્ઝિક્યુટિવ ચેરમેન ડો.એ.એમ.નાઇક, એઆઇસીટીઇના પૂર્વ અધ્યક્ષ પ્રો.એસ.કે.ખન્ના, એપોલો જૂથના સ્થાપક અનિલ પટેલ, ઝોમેટોના સીઇઓ મનોજ ગુપ્તા, જેસીબીના સીએમડી દિપક શેટ્ટી, કેડબરીના એમડી દિપક ઐયર, એલીકોન ગ્રુપના સીએમડી પ્રયાસ્વીન પટેલે જેવી વ્યક્તિઓને ભાગ્યે જ કોઇ ઓળખતું નહીં હોય.

માત્ર ઉદ્યોગ ક્ષેત્રમાં જ નહીં રાજકારણમાં પૂર્વ મંત્રી નરોત્તમ પટેલ, આધ્યાત્મિક ક્ષેત્રમાં જ્ઞાનવત્સલ સ્વામી જેવા અનેક ખ્યાતનામ વ્યક્તિઓની કારકિર્દીનો પાયો બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય એટલે બીવીએમ એન્જિનિયરીંગ કોલેજમાં નંખાયેલો છે. ભારતના ઉદ્યોગપતિ ધનશ્યામદાસ બિરલાના આર્થિક સહયોગથી સરદાર વલ્લભભાઇ પટેલની દીર્ધ દ્રષ્ટિ અને પ્રેરણા તેમજ ભાઇકાકા અને ભીખાભાઇ પટેલના અથાગ પરિશ્રમથી વિદ્યાની નગરી વલ્લભ વિદ્યાનગરમાં ગુજરાતની પ્રથમ એન્જિનિયરીંગ કોલેજ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયનો પાયો નંખાયો હતો.

વર્ષ ૧૯૪૮માં ૧૪મી જૂનના રોજ સ્થપાયેલી બીવીએમ એન્જિનિયરીંગ કોલેજના ઉદ્દઘાટન પ્રસંગે લોર્ડ માઉન્ટ બેટન ઉપસ્થિત રહ્યા હતા. બીવીએમ કોલેજની સ્થાપનાને ૭૪ વર્ષ પૂરા થઇને ૭૫મું વર્ષ એટલે અમૃત વર્ષની ઉજવણી થઇ રહી છે, ત્યારે દેશ વિદેશમાં વિવિધ ક્ષેત્રમાં કાર્યરત ૨૦,૦૦૦થી વધુ એન્જિનિયર્સની ઉજ્જવળ કારકિર્દીનો પાયો બીવીએમ કોલેજમાં નંખાયો હતો.

આપને જણાવી દઈએ કે, ચારૂતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઇ પટેલે જણાવ્યું કે, વર્ષ ૧૯૪૮ માં ૬૦૦૦૦ સ્કવેરફૂટમાં સ્થાપયેલી બીવીએમની શરૂઆત ૩ UG પ્રોગ્રામ, ૩૦ અધ્યાપકો તથા ૩૦૦ વિદ્યાર્થીઓથી થઈ હતી આજે ૩,૫૦,૦૦૦ સ્કવેરફૂટ હરિયાળા કેમ્પસમાં ૮ UG પ્રોગ્રામ, ૮ PG પ્રોગ્રામ, ૫ PhD પ્રોગ્રામ, ૩૦૦થી વધુ અધ્યાપકો તથા કર્મચારીઓ, ૩૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ કાર્યરત છે. શૈક્ષણિક ક્ષેત્ર, પબ્લિક સેક્ટરમાં પણ બીવીએમના એન્જિનિયર્સ એ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.

આ ઉપરાંત આધ્યાત્મિક ક્ષેત્રે ૩૨ જેટલા બીવીએમના એન્જિનિયર્સ બીએપીએસમાં સંતો છે જેમાં જ્ઞાનવત્સલ સ્વામી બીવીએમના મિકેનિકલ એન્જીનીયર છે. ઔદ્યોગિક, સામાજિક, શિક્ષણ, રાજકીય, આધ્યાત્મિક ક્ષેત્રે ૨૦,૦૦૦ થી વધુ એન્જિનિયર્સ કાર્યરત છે.

 

Related Post

Verified by MonsterInsights