ચોમાસાની એન્ટ્રી ધીમે ધીમે થઇ રહી છે એવામાં ડાંગ જિલ્લાના કંટ્રોલરૂમ તરફથી મળેલી વિગતો અનુસાર આજે સવારે છ વાગ્યાથી સાંજના આ લખાય છે ત્યાં સુધી, એટલે કે આઠ વાગ્યા સુધી ૫૭ મી.મી. વરસાદ નોંધાતા, અહીંની પૂર્ણા નદી સહિત કોતરોમા વરસાદના નવા નીર વહેતા જોવા મળ્યા હતા.
આપને જણાવી દઈએ કે, આહવા તાલુકામા પણ આઠ વાગ્યા સુધીમા ૧૬ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે. જ્યારે વઘઇ તાલુકામા પણ છુટાછવાયા વિસ્તારોમા વરસાદે અમી છાંટણા કર્યા છે. વરસાદી માહોલ વચ્ચે સુબિર તાલુકાના પાદલખડી ગામના પશુપાલક શ્રી શિવદાશભાઈ ભોયેના પશુધન ઉપર આકાશી વીજળી પડવાથી, તેમના એક પાડાનુ મૃત્યુ નોંધાયુ છે. જ્યારે એક પાડો સારવાર હેઠળ રાખવામા આવ્યો છે.