રાજ્યની તમામ મેડિકલ કોલેજના PG રેસિડેન્ટ તબીબો આજથી હડતાળ પર ઉતર્યા છે. બોન્ડની માંગને લઇને રેસિડેન્ટ તબીબો દ્વારા 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જેના લીધે કોવિડ અને ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે.
જો રેસિડેન્ટ તબીબોની માંગને લઇને કોઇ નિર્ણય નહીં આવે તો આવતી કાલથી તબીબો ઇમરજન્સી અને કોવિડ ડ્યૂટીનો પણ બહિષ્કાર કરશે.2019ની બેંચના સિનિયર તબીબો કોવિડ ડ્યુટીને બોન્ડમાં ગણવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે.
તબીબોએ કોવિડ સમયગાળામાં જે કામગીરી કરી તેને બોન્ડમાં સમાવવાની માંગ કરવામાં આવી રહી છે. 2020માં કોરોના હતો તે સમયે સિનિયર રેસિડેન્ટ તબીબોએ કોવિડમાં સેવા આપી હતી. 2017-18ની બેંચના તબીબોની કોવિડ ડ્યુટીને સરકારે બોન્ડમાં ગણીને રાહત આપી હતી. આ સમયગાળા દરમિયાન 2019ની બેંચના તબીબોએ પણ કોવિડ કામગીરી કરી હતી.