Mon. Dec 23rd, 2024

PM મોદીના માતા હીરાબાના નામે ગુજરાતના આ શહેરમાં રસ્તાનું નામ રાખવાની જાહેરાત

zeenews.india.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબેનની 18 જૂને વર્ષગાંઠ છે અને આ દિવસે તેઓ તેમની જિંદગીના 100માં વર્ષમાં પ્રવેશ કરવાના છે. આ પ્રસંગે ગાંધીનગર પાલિકાએ તેમને મોટી ગિફ્ટ આપવાનું નક્કી કરી દીધું છે.18મી તારીખે PM મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે અને સંભવત તેમની માતાને પણ મળશે.

ગાંધીનગરમાં એક રસ્તાનું નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબેનના નામ પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. PM મોદીના માતા 18 જૂને 100 વર્ષના થઇ રહ્યા છે. ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ બુધવારે એક સત્તાવાર જાહેરતામાં કહ્યુ કે, PM નરેન્દ્ર મોદીના માતા હીરાબેન 100 વર્ષના થઇ રહ્યા છે અને રાજ્યની રાજધાનીના લોકોની માંગ અને ભાવનાઓને ધ્યાનમાં રાખીને ગાંધીનગરમાં આવેલા રાયસન  પેટ્રોલ પંપથી 80 મીટરની સડકનું નામ પૂજ્ય હીરાબા માર્ગ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નિવેદનમાં આગળ કહેવામાં આવ્યુ કે હીરાબેનનું નામ કાયમી જીવિત રાખવા અને આવનારી પેઢીઓ માટે ત્યાગ, તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાના પાઠ શીખવાના હેતુથી 80 મીટરના રસ્તાનું નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મા હીરાબેન 18 જૂને પોતાની જિંદગીના 100માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમના પરિવારના સભ્યોએ આ જાણકારી આપી છે.

સરકારી સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન શનિવારે ગુજરાતમાં હશે અને તેમની માતાને મળે તેવી શક્યતા છે. તેમના પરિવારજનોએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીના માતાના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે તેમના વતન વડનગરમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે. વડા પ્રધાનના નાના ભાઈ પંકજ મોદીએ કહ્યું, હીરાબાનો જન્મ 18 જૂન, 1923ના રોજ થયો હતો. તે 18મી જૂન 2022ના રોજ તેના જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કરશે.

PM મોદી 18 જૂને ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવશે. તેઓ પાવાગઢ મંદિરની મુલાકાત લેશે અને બાદમાં વડોદરામાં રેલીને સંબોધશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મુલાકાત દરમિયાન PM ગાંધીનગરમાં પંકજ મોદી સાથે રહેતા તેમના માતાને મળે તેવી શક્યતા છે. મોદી પરિવારે તે દિવસે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભંડારાનું આયોજન કરવાનું પણ આયોજન કર્યું છે.

વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે વડાપ્રધાનના માતાના દીર્ઘાયુષ્ય અને આરોગ્ય માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું નિવેદનમાં જણાવાયું છે. કાર્યક્રમોમાં ભજન સંધ્યા, શિવ આરાધના અને સુંદરકાંડના પાઠનો સમાવેશ થશે. મોદી છેલ્લે માર્ચમાં તેમની માતાને મળ્યા હતા.

Related Post

Verified by MonsterInsights