Sat. Dec 21st, 2024

ખંભાળીયાઃ સીંગલ યુઝ પ્લાસ્ટિકના વેપારીઓને ત્યાં દરોડાઃ ૫૦૦ કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું

ખંભાળીયા નગરપાલિકા દ્વારા શહેરમાં પ્રતિબંધિત સીંગલ યુઝ પ્લાસ્ટિકના વેપારીઓને ત્યાં દરોડા પાડી ૫૦૦ કિલો જેટલા સીંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ જપ્ત કરાઈ છે.ખંભાળીયામાં નગરગેઈટ પાસે બે વેપારીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. ત્યાંથી પ્લાસ્ટિકના ગ્લાસ, ડીસ, વગેરે ચીજવસ્તુઓ મળી ૫૦૦ કિલો જથ્થો જપ્ત કરી બન્ને વેપારીઓ વિરૃદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

ખંભાળીયા ન.પા.ના નવનિયુકત ચીફ ઓફિસર વાઘેલાના માર્ગદર્શન હેઠળ સેનીટેશન વિભાગના રાજ્પાર ગઢવી, કિશોરસિંહ સોઢા, હિતુભા જાડેજા વગેરેએ કામગીરી કરી હતી.તા. ૧-૭-૨૨ થી સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે તેથી તેના ઉત્પાદન, વપરાશ, વેંચાણ કરનારાઓને તેનો ચુસ્તપણે અમલ કરવા સૂચના આપવામાં આવી છે. બે વેપારીઓને ત્યાં દરોડાના પગલે શહેરમાં પ્લાસ્ટિકના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Related Post

Verified by MonsterInsights