Thu. Nov 21st, 2024

Hyundai ની નવી ઈલેક્ટ્રિક કાર આપશે Tesla ને ટક્કર

Hyundai તેની નવી ઇલેક્ટ્રિક કાર Hyundai Ioniq 6 ખૂબ જ ટૂંક સમયમાં લોન્ચ કરવા જઈ રહી છે.  હ્યુન્ડાઈ મોટર કંપનીએ સત્તાવાર રીતે દક્ષિણ કોરિયામાં Ioniq 6 નામની તેની પ્રથમ ઇલેક્ટ્રિક સેડાનનું લોન્ચિંગ કર્યું છે અને હવે એવી માહિતી આપવામાં આવી રહી છે કે Ioniq 6 14 જુલાઈના રોજ બુસાન મોટર શોમાં તેની ગ્લોબલ શરુઆત કરશે. હ્યુન્ડાઈ મોટર EV સ્પેસમાં 2030 સુધીમાં 31 ઓલ-ઈલેક્ટ્રિક મોડલ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, Hyundai Ioniq 6 એ કોરિયન કંપનીના મોટા EV પ્લાનિંગનો એક ભાગ પણ હોઈ શકે છે. આ ટેસ્લાની સૌથી વધુ વેચાતી EV છે, જે સેડાન પણ છે. આ કારની કિંમત 20 લાખ રુપિયા સુઘી હોઈ શકે છે.

Hyundai Ioniq 6 ઇલેક્ટ્રિક ગ્લોબલ મોડ્યુલર પ્લેટફોર્મ (E-GMP) પર આધારિત છે, જેના પર Ioniq 5 પણ બનેલા છે. Hyundai Ioniq 6 ને 77.4 kWh બેટરી પેક મળે છે અને તે 320 hp અને 605 Nm ટોર્ક બનાવતી બે ઇલેક્ટ્રિક મોટર્સ સાથે જોડાયેલી છે. Ioniq-6 સિંગલ ચાર્જ પર 610 કિમી સુધીની રેન્જ આપી શકે છે.

મહત્વનું છે કે , નવી Hyundai EV હોવાને કારણે, Ioniq 6 સંપૂર્ણપણે ટેક્નોલોજી આધારિત ફીચર્સથી ભરેલું છે. લિસ્ટમાં 12-ઇંચનું ઇન્ફોટેનમેન્ટ યુનિટ, બહુવિધ USB Type-C અને Type A પોર્ટ્સ, Android Auto અને Apple CarPlay સપોર્ટ, 64-કલર એમ્બિયન્ટ લાઇટિંગ અને આગળના ભાગમાં લક્ઝરી સીટોનો સમાવેશ થશે. Hyundaiએ ભારતીય કાર બજાર માટે નવી સસ્તી ઇલેક્ટ્રિક કાર પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ માટે કંપની 512 મિલિયન યુએસ ડોલરનું રોકાણ પણ કરવાનું વિચારી રહી છે. આ કંપની ભારતમાં 2028 સુધીમાં છ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

Related Post

Verified by MonsterInsights