Fri. Oct 18th, 2024

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો

ગુજરાત રાજ્યમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે કેવડિયા ખાતે આવેલા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં ડેમની સ્ટોરીમાં 1.75 મીટરનો વધારો થયો છે. જેના પગલે RBPH અને CHPHના તમામ પાવર હાઉસ યુનિટ શરૂ કરાયા છે. પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 125.79 મીટર પર પહોંચી છે. હાલ ડેમમાં 2 લાખ 92 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

નોંધનીય છે કે, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૧૧,૫૫૫ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૬૩.૩૨ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩,૨૪,૪૯૪ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૫૮.૧૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

મહત્વનું છે કે, રાજ્યમાં ૩૫ જળાશયો ૧૦૦ ટકાથી વધુ જ્યારે ૧૮ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. ૦૮ જળાશયો ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર તથા ૧૪ જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

Related Post

Verified by MonsterInsights