સુખસર.૧૨.૧૨.૨૩
ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં કાલના રોજ સાંજે સુખસર હિંદુ મોક્ષધામનું નવનીકરણ માટે સમસ્ત હિંદુ સમાજ નાં વડીલો અને નવ યુવકો દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આપડે જાણીએ છીએ તે પ્રમાણે સ્મશાન એ એવી પવિત્ર જગ્યા છે ત્યાં દરેકને કોઈ નાં કોઈ દિવસ જવાનું છે તો એ જગ્યાને પવિત્ર રાખવા માટે અને તેને સ્વચ્છ રાખવુંએ આપડી ફરજ છે.
એજ માટે કાલના રોજ સાંજે સુખસર ગામનાં હિંદુ મોક્ષધામનું નવનીકરણ માટે ગામનાં વડીલો અને નવ યુવકો દ્વારા સભા યોજવામાં આવી હતી અને તેમાં જે પણ મુદ્દા ઓનો અંદર સમાવેશ કરવામાં આવ્યો છે તેને પુર્ણ કરવા માટે એક સમીતી બનાવીને ગામનાં તમામ સમાજના હિંદુ ભાઈઓનો સાથ સહકાર લઈને આ જુંબેશ ઉઠાયો છે અને તેને પૂર્ણ કરવા માટે જે પણ દાનની જરૂર છે તે ગ્રામજનો દ્વારા એકત્રીત કરવા માટેની કામગીરી હાથ ધરી છે.
આમ સારી રીતે હિંદુ મોક્ષધામનું કામગીરી સારી રીતે પુર્ણ થાય તે માટે તમામ સમાજના હિંદુ ભાઈઓએ આ કામગીરી હાથે ધરી છે.