Tue. Dec 3rd, 2024

MPમાં લોકસભા ઉમેદવારનું મર્ડર,બદમાશોએ 3 ગોળીઓ મારી

ndtv.com

ધ્યપ્રદેશ: માયાવતીની પાર્ટી બસપાના સિનિયર નેતા મહેન્દ્ર ગુપ્તાની હત્યા થઈ છે. બદમાશોએ માથામાં 3 ગોળીઓ મારીને તેમનો જીવ લઈ લીધો હતો. ફાયરિંગ કર્યાં બાદ બદમાશોએ ભાગી નીકળ્યાં હતા. મહેન્દ્ર ગુપ્તા સાગર સિટીમાં લગ્નમાં આવ્યાં હતા ત્યારે બદમાશોએ ગજરાજ મેરિજ ગાર્ડનની સામે તેમની પર ફાયરિંગ કર્યું હતું.

 

બસપાએ બિજાવરમાંથી આપી લોકસભાની ટિકિટ 

બસપાએ મહેન્દ્ર ગુપ્તા બિજાવર બેઠક પરથી લોકસભાની ટિકિટ આપી છે.તેઓ બિજાવર બેઠક પરથી બે વાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યાં છે.

 

25 ફેબ્રુઆરીએ હરિયાણામાં નફે સિંહ રાઠીની હત્યા
ઉલ્લેખનીય છે કે હરિયાણામાં 25 ફેબ્રુઆરીએ ઈન્ડીયન નેશનલ લોક દળના પ્રદેશાધ્યક્ષ નફે સિંહ રાઠીની પણ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. નફે સિંહ રાઠીની હત્યા કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે જે બે આરોપીઓની ધરપકડ કરી છે તેમના નામ સૌરવ અને આશિષ છે. પકડાયેલા બંને આરોપીઓ શૂટર હોવાનું કહેવાય છે. આ બંને આરોપીઓ દિલ્હીના નાંગલોઈ વિસ્તારના રહેવાસી છે. આ સાથે બંને આરોપીઓ કપિલ સાંગવાન ઉર્ફે નંદુ ગેંગ સાથે સંકળાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે.

Related Post

Verified by MonsterInsights