ગાંધીનગર – તા. 25, પોલીસને માહિતી પ્રાપ્ત થતા ગાંધીનગરમાં રિલાયન્સ ચાર રસ્તા નજીક એચ સ્પા બ્લ્યુ અને સોફી યુનિક સ્પા પર પોલીસે પ્રતિબંધિત અને ગેરકાયદેસર કૃત્યો રોકવા દરોડો પડ્યો હતો. આ બંને સ્પા સેન્ટરમાં સ્પાના નામે અનૈતિક વેપારનો કારોબાર બેફામ ચાલતો હતો.
ગાંધીનગરના ડીવાયએસપી ડી ટી ગોહિલે આ અંગે બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી તેઓની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આના પગલે પોલીસે બીજા સ્પામાં પણ સઘન ચેકિંગ હાથ ધર્યુ છે. તાજેતરમાં જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ પણ સ્થાનિક પોલીસે આ બાબતને લઈ ઝડપી અને અસરકારક પગલા લેવા જણાવ્યું હતું. આના પગલે સક્રિય બનેલી ગાંધીનગર પોલીસે શહેરમાં કાર્યરત સ્પા સેન્ટરોમાં તપાસ આદરી હતી. તેમા એચ સ્પા બ્લુ નામનું મસાજ સ્પા ચલાવતો માલિક લીજાસિંગ હરેન્દ્રસિંહ સ્પાની આડમાં દેહવેપારનો ધમધમતો કારોબાર ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે ડમી ગ્રાહક મોકલીને તેની ખરાઈ કરી હતી. ડમી ગ્રાહક પહોચ્યાં પછી પોલીસ ત્રાટકી હતી. પુછ પરછ કરતા ત્યાં દેહવેપાર ચાલે છે તેવી જાણ થયું હતું. તે જ સમયે સ્પા સેન્ટરમાંતી બેની ધરપકડ કરી હતી.
આ જ રીતે ઇન્ફોસિટી પોલીસે સોફી યુનિક સ્પા સેન્ટર માટે પણ ડમી ગ્રાહક મોકલીને ખરાઈ કરી હતી. ત્યાં પણ પણ દરોડો પાડ્યો હતો અને તેની માલિક કમ મેનેજર જયા પ્રફુલ્લ દાસની ધરપકડ કરી હતી. પોલીસે સ્પાની આડમાં દેહવેપાર કરતા ધારા શાહ, જયા દાસ અને લીજાસિંગ હરેન્દ્રસિંગ સામે કેસ નોંધીને જેલ ભેગા કર્યા છે.