Sun. Dec 22nd, 2024

Big Breaking / આ કારણે થઇ કાર્યવાહી, ઇનકમ ટેક્સ વિભાગની સોનુ સૂદના ઘર અને મુંબઇ ઓફિસ સહિત 6 જગ્યાઓ પર તપાસ

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગ દ્વારા અભિનેતા સોનુ સૂદની મુંબઈ સ્થિત ઓફિસનો ઇનકમ ટેક્સ વિભાર દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે. શાળાના વિદ્યાર્થીઓ માટે દિલ્હી સરકારના મેંટરશિપ કાર્યક્રમ માટે અભિનેતા બ્રાન્ડ એમ્બેસેડર બન્યાના થોડા દિવસો બાદ જ આ ટેક્સ સર્વે કરવામાં આવી રહ્યો છે.

આવકવેરા વિભાગે અભિનેતા સોનુ સૂદના ઘરે સર્વે કર્યો હતો. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, તેના ઘરમાંથી કશું જપ્ત કરવામાં આવ્યું નથી. આવકવેરા વિભાગની એક ટીમ બુધવારે સવારે તેમના ઘરે પહોંચી હતી. આવકવેરા વિભાગની એક ટીમ આજે સવારથી તેમના ઘરે સર્વે કરી રહી છે. જો કે, ટીમે હજુ સુધી કોઈ જપ્તી કરી નથી. આવકવેરા વિભાગે માત્ર તેમના ઘરો જ નહીં પરંતુ સોનાના લગતા 6 સ્થળોનો સર્વે કર્યો છે.


સોનુ સૂદે તે સભા પછી રાજકારણમાં પ્રવેશવાની સંભાવનાઓ પર ખાસ રૂપે દિલ્હીની સત્તારૂઢ આમ આમદી પાર્ટીના સવાલોનો જવાબ આપવાથી ઇનકાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 133A ની જોગવાઈઓ હેઠળ હાથ ધરાયેલા ‘સર્વે (ખાતાનું નિરીક્ષણ)’ અભિયાનમાં, આવકવેરા અધિકારીઓ માત્ર વ્યવસાયિક પરિસર અને તેની સાથે જોડાયેલા પરિસરની તપાસ કરે છે. જો કે, દસ્તાવેજો અધિકારીઓ જપ્ત કરી શકે છે.

નોંધનીય છે કે, કોરોના સમયગાળા દરમિયાન, સોનુ સૂદ ગરીબો માટે મસીહા બન્યા હતા. તેમણે હજારો સ્થળાંતર કરનારા જરૂરિયાતમંદોને મદદ કરી. એટલું જ નહીં, એમના ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. એટલું જ નહીં, જ્યારે દર્દીઓને હોસ્પિટલ અને ઓક્સિજન જેવી આવશ્યક વસ્તુઓની જરૂર હોય ત્યારે પણ તેઓએ ખૂબ ઉત્સાહથી લોકોને મદદ કરી. લોકોને તે હજુ પણ વિવિધ રીતે મદદ કરવામાં વ્યસ્ત છે. જેના કારણે તેની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે.

Related Post

Verified by MonsterInsights