Sat. Oct 26th, 2024

BIG NEWS: વિશ્વભરમાં વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બધા થયા ડાઉન..!!

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન છે. વપરાશકર્તાઓને આના કારણે ઉપયોગમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે લોકો સતત ટ્વિટર દ્વારા ફરિયાદ કરી રહ્યા છે.

 

વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ દુનિયાના ઘણા ભાગોમાં ડાઉન થઈ ગયા છે. કેટલાક વપરાશકર્તાઓ ટ્વિટર પર ફરિયાદ કરી રહ્યા છે કે તેઓ તેમના વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટા એકાઉન્ટ્સને એક્સેસ કરવામાં અસમર્થ છે. WhatsApp વપરાશકર્તાઓ ટેક્સ્ટ સંદેશા મોકલવા અથવા પ્રાપ્ત કરવામાં અસમર્થ છે. વળી, વોઇસ અને વીડિયો કોલ પણ કરી શકાતા નથી.

ફેસબુક વેબસાઇટ પર એક સંદેશ આવી રહ્યો છે – ‘માફ કરશો, કંઈક ગરબડ છે, અમે તેના પર કામ કરી રહ્યા છીએ અને અમે તેને જલદીથી ઠીક કરીશું.’

Related Post

Verified by MonsterInsights