તાલુકા કર્મચારી મંડળ દ્વારા નિવૃત્ત કર્મચારીઓનો નિશુલ્ક બહેરાશ નિવારણ કેમ્પ યોજાયો. ઝાલોદ તાલુકા શિક્ષણ સોસાયટી ઝાલોદ ખાતે બહેરાશ નિવારણ કેમ્પ યોજાયો હતો આ કેમ્પ ઝાલોદ તાલુકા ફતેપુરા અને સંજેલી તાલુકાના કર્મચારી મંડળ દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં નિવૃત્ત કર્મચારીઓની બેહરાશ નિવારણ માટે નેશનલ હિયરિંગ ક્લિનિક દાહોદના નિષ્ણાત ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં ફતેપુરા તાલુકા તેમજ સંજેલી તાલુકા તેમજ ઝાલોદ તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા લગભગ ૯૩ જેટલા લાભાર્થીઓએ આ કેમ્પમાં ભાગ લીધો હતો