Sat. Dec 21st, 2024

DAHOD-ફતેપુરા બસ સ્ટેશન થી ઉખરેલી રોડને જોડતા માર્ગનુ ધારાસભ્ય ની અધ્યક્ષતા ભૂમિ પૂજન કરી ખાતમુરત કરવામાં આવ્યું.

આજે તારીખ 8 સપ્ટેમ્બર 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ બસ સ્ટેશન થી ઉખરેલી રોડને જોડતા માર્ગ નું ભૂમિ પૂજન કરીને ખાતમુરત કરવામાં આવ્યુ હતુ.


ફતેપુરા 129 મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઇ કટારા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા સહિત ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી,દાહોદ જિલ્લા ભાજપા વ્યવસાયિક સેલ ના પંકજભાઈ પંચાલ, દાહોદ જિલ્લા ભાજપ અનુસૂચિત જન જાતિ મોરચાના ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ પારગી ,ફતેપુરા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ચુનીલાલ ચરપોટ ફતેપુરા સરપંચ ,ઉપસરપંચ ,સભ્યો દાહોદ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ મોહિત ડામોર, સલરા જિલ્લા પંચાયતના સીટ ના સભ્ય મુકેશભાઈ પારગી ,ફતેપુરા તાલુકા સભ્ય કાંતિભાઈ પરમાર કાળીયા વલુન્ડા ના ડેપ્યુટી સરપંચ ફારૂક ભાઈ ગુડાલા ,પશ્ચિમ રેલ્વે ના સભ્ય રીતેશભાઈ પટેલ તેમજ ફતેપુરા તાલુકા ભાજપાના વિવિધ કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

Related Post

Verified by MonsterInsights