Thu. Nov 21st, 2024

DAHOD-ફતેપુરા તાલુકાની એક 40 વર્ષીય પરિણીતા અને 6 સંતાનોની માતા તાલુકાના એક 14 વર્ષના કિશોરને ભગાડી લઈ જતા તાલુકામાં ચકચાર મચી જવા પામી

ફતેપુરા તાલુકાની એક 40 વર્ષીય પરિણીતા અને 6 સંતાનોની માતા તાલુકાના એક 14 વર્ષના કિશોરને પતિ તરીકે રાખવાના ઈરાદાથી ભગાડી લઈ જતા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે

ફતેપુરા તાલુકાના એક ગામની અંદાજિત ૪૦ વર્ષીય પરિણીતા અને છ બાળકોની માતા તેના પતિના મિત્ર ના 14 વર્ષના કિશોરને પતિ તરીકે રાખવા માટે ભગાડી ગઈ હતી.
કિશોર ના પરિવાર દ્વારા આ 2 લોકોની શોધખોળ કરીને તેઓને ઘરે આવતા હતા તે વેળાએ સંતરામપુર બસ સ્ટેશન ઉપરથી બીજી વખત પણ પરિણીતા ચકમો આપીને કિશોર ને લઈને બીજી વખત ભાગી ગઈ છે કિશોર ના પરિવાર દ્વારા ખૂબ શોધખોળ કરવા છતાં પણ આ બંનેનો કોઈ પત્તો ન લાગતા કિશોરના પિતાએ સુખસર પોલીસ મથકે અરજી આપી છે સુખસર પોલીસે વિગતો લઈને આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Related Post

Verified by MonsterInsights