સાબરકાંઠાના રમણીય વિસ્તારમાં પગપાળા પ્રવાસમાં જોડાવા ઇચ્છતા ફતેપુરા તાલુકાનાં યુવાનો અરજી કરી શકશે
રાજ્ય સરકાર દ્વારા પ્રવાસી યુવાનોની રહેવા-જમવા સહિતની વ્યવસ્થા
સાહસીક પગપાળા સાબરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવા ઇચ્છ્તા ફતેપુરા તાલુકાના ૧૪ થી ૩૫ વર્ષના યુવક-યુવતિઓ જોડાઇ શકે છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે દર વર્ષે સાહસિક વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અનુસંધાને ચાલુ વર્ષે દસ દિવસ માટે આવો સાહસિક વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા રાજ્યભરમાંથી મળેલી અરજીઓમાંથી ઉમેદવાર પસંદ કરી કુલ ૧૦૦ યુવક યુવતિઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે.
આ પ્રવાસમાં જોડાવા ઇચ્છ્તા યુવક યવતિઓ કે જેમની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૧ ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની હોય તેમણે સાદા કાગળ ઉપર પોતાનું નામ-સરનામું, મોબાઇલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણીક લાયકાત, વ્યવસાય, એન.સી.સી, પર્વતારોહણ, રમત-ગમત સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, શારિરીક તંદુરસ્તી ધરાવતા હોવાનુ દાક્તરી પ્રમાણપત્ર, વાલીની સંમતી, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઓળખ કાર્ડ, અગાઉ આ કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો તેની વિગતો વગેરે માહિતી દર્શાવતી અરજી આગામી તા. ૩૦/૧૧/૨૦૨૧ સુધીમાં જિલ્લા સેવા સદન ખાતે આવેલી જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, દાહોદને મોકલી આપવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી જીગ્નેશ સી. ડાભીનો મોબાઇલ નંબર: ૯૪૨૮૧૩૧૮૫૯ ઉપર સમ્પર્ક કરવાનો રહેશે.
પસંદગી સમિતિ દ્ધારા યોગ્યતા ધરાવતા કુલ-૧૦૦ યુવક યુવતિઓની આ કાર્યક્રમમાં જોડાવા માટે પસંદગી કરવામાં આવશે. માત્ર પસંદગી પામેલા યુવક-યુવતિઓને ફોન-પત્ર દ્ધારા જાણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર યુવક-યુવતિઓને નિવાસ, ભોજન, તથા આવવા જવાનું ભાડું રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. દાહોદનાં જિલ્લા રમતગમત અધિકારીશ્રીએ એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.
૦૦૦