Sun. Sep 8th, 2024

Gujarat / મૃત્યુઆંક શુન્ય, નવા 13 કેસ, કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો

Gujarat : રાજ્યમાં સતત કોરોનાનો કેર ઘટી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં નવા 13 કેસ નોંધાયા છે. સૌથી વધુ વડોદરામાં 6 કેસ, તો અમદાવાદમાં 4, સુરતમાં 2 અને રાજકોટમાં 1 કેસ નોંધાયો.

જ્યારે 24 કલાકમાં રાજ્યના 27 જિલ્લા અને 4 મહાનગરોમાં એક પણ કેસ નથી નોંધાયો. તો સતત એક સપ્તાહથી મૃત્યુઆંક શૂન્ય નોંધાવાનો સિલસિલો યથાવત છે. હવે માત્ર રાજ્યમાં 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 153 થઇ છે.

રસીકરણની વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં રાજ્યમાં 7.48 લાખ લોકોનું રસીકરણ કરાયું. આમ રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 85 હજાર લોકોને રસી અપાઇ. તો અમદાવાદમાં 72 હજાર લોકોનું રસીકરણ કરાયું.

જ્યારે બનાસકાંઠામાં 48 હજાર 557, દાહોદમાં 44 હજાર 583 અને આણંદમાં 34 હજાર 266 લોકોને રસીના ડોઝ અપાયા. જ્યારે રાજકોટમાં 28 હજાર 816 અને 21 હજાર 301 લોકોને રસી અપાઇ. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 4 કરોડ 70 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.


કેરળમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. કેરળમાં દરરોજ કોરોનાના 30 હજારથી વધુ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના 32 હજાર 803 કેસ નોંધાયા છે. જ્યારે 173 લોકોનાં મોત થયા છે. કેરળમાં નોંધાયેલા કેસ દેશના કુલ કેસના 70 ટકાથી પણ વધુ છે.

કારણ કે દેશમાં કોરોનાના 45 હજાર 966 કેસ નોંધાયા છે. દેશમાં એક જ દિવસમાં 505 લોકો મૃત્યું પામ્યા છે. અત્યાર સુધી દેશમાં 4 લાખ 39 હજાર 559 લોકોનાં મોત થયા છે. દેશમાં હજુ પણ 3.83 લાખથી વધુ સક્રિય કેસ છે.

Related Post

Verified by MonsterInsights