કચ્છ: ગડપાદર માં રહેતા આ કળિયુગી બાપે પોતાની જ ચાર મહિનાની દિકરીને મારી નાખવા ઝાડીઓમાં મૂકી આવ્યો હતો પરંતુ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા ગણતરીના કલાકમાં જ બાળકીને શોધી લઈ તેની માતાને સુપરત કરી છે
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગઈરાતે અહેવાન પિતાએ અને તેના બે સાથીદારો થી માતાની નજર ચૂકવી ચાર મહિનાની બાળકી નું અપહરણ કરાવી મારવા માટે જંગલની ઝાડીમાં મૂકી આવ્યા હતો અને બાળકીના માતાની સાથે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં બાળકી ગુમ થયાની ફરિયાદ લખાવા પહોંચ્યો હતો તો પોલીસે પણ મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક બાળકીની શોધખોળ શરૂ કરી હતી
જેમાં પિતા પર શંકા જતા સમગ્ર મામલો ઉજાગર થયો હતો સગા બાપે જ નાની બાળકીને મારવા માટે આ કૃત્ય કર્યું છે તેજાણી પોલીસ પણ અચંબામાં રહી ગઈ હતી તપાસ હાથ ધરતા 6 કલાક બાદ બાળકી જીવતી મળી આવતા તેની માતાને સોંપવામાં આવી હતી
સાથે પકડાઈ ગયેલ આરોપી: (૧) રાજકરન રામઅવધ પટેલ ઉ. વ ૩૭ રહે. વીમળાબેનના મકાનમાં ગાયત્રી સોસાયટી ગળપાદર ગાંધીધામ (2) કમલાકાત ગુલાબી પટેલ ઉ. વ ૧૯ રહે. કાઝુપડા ગાંધીધામ (૩) અંકીત હરીયદ પટેલ ઉ. વ૧૯ રહે. કાર્ગો ઝુપડા ગાંધીધામ ની ધરપકડ કરી રાઉન્ડ અપ કર્યા હતા
બાળકીને મારવા પાછણ નું કારણ એક તો તે છોકરી હતી અને તેની બીમારી માં વધુ રૂપિયા ખર્ચ થતા હોવાનું કારણે આરોપીએ આ પગલું ભર્યું હતું
ગણતરીના કલાકમાં બાળકી ની શોધ કરી ગાંધીધામ પોલીસે એક પ્રશંસનીય કામગીરી કરી છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે
ઉપરોકત કામગીરી પોલીસ: ઇન્સ્પેકટર એચ. કે. હુંબલ તથા પો. સબ. ઇન્સ, ડી, જી. પટેલ તથા એ. એસ. આઇ ગોપાલભાઇ નાગશીભાઇ તથા પો. હે. કોન્સ સંજયદાન મનુદાન તથા હિરેન કલ્યાણજી તથા પો. કોન્સ યોગેશભાઇ ગોવિંદભાઇ તથા જીતેન્દ્રસિંહ રણજીતસિહ તથા કૃષ્ણસિહ નરેન્દ્રસિંહ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.
અહેવાલ: પંકજ જોષી કચ્છ