Sat. Dec 21st, 2024

UAEમાં યોજાશે IPL 2021ની બાકી મેચો, BCCIએ જાહેર કર્યું સમગ્ર શેડ્યુલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ યુએઈમાં આયોજીત થનારી VIVO IPL2021ના બાકીની મેચોના કાર્યક્રમોની જાહેરાત કરી દીધી છે. યુએઈમાં 27 દિવસના સમયગાળામાં કુલ 31 મેચો રમાશે.બીસીસીઆઈના નવા શેડ્યૂલ મુજબ, આઈપીએલ સીઝનની બાકીની શરૂઆત 19 સપ્ટેમ્બરના રોજ દુબઇમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની મેચથી થશે.

19 સપ્ટેમ્બરના રોજ દુબઇમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની મેચથી થશે

આ પછી મેચ અબુધાબીમાં શિફ્ટ થશે. જ્યાં કોલકાતા નાઈટ રાઇડર્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે થશે. શારજાહ 24 સપ્ટેમ્બરના રોજ તેની પ્રથમ મેચની યજામાની કરશે. આ દિવસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે થશે.

  • દુબઈમાં 13 મેચ
  • શારજહામાં 10 મેચ
  • અબુધાબીમાં 8 મેચ
  • સાત મેચ ડબલ હેલ્ડર યોજાશે

યુએઈમાં 13 મેચ દુબઇમાં યોજાશે. દસ મેચ શારજાહમાં યોજાશે. જ્યારે આઠ અબુધાબીમાં થશે. સાત મેચ ડબલ-હેડર હશે, જેમાં પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. જ્યારે બીજી તરફ સાંજે જે મેચો આયોજીત કરવામાં આવી છે તે તમામ મેચો સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.

ફાઈનલ મુકાબલો દુબઈમાં 15 ઓક્ટેમ્બરે યોજાશે

જ્યારે બીજી તરફ અંતિમ મેચ 8 ઓક્ટોમ્બરે રોયલ ચેલેન્જર બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. પ્રથમ ક્વોલિફાયર મુકાબલો 10 ઓક્ટોમ્બરના રોજ દુબઈમાં યોજાશે. જ્યારે કે એક એલિમિનેટર અને ક્વોલિફાયર 2 11 અને 13 ઓક્ટોમ્બરના રોજ શારજહામાં રમાશે. IPLની આ સિઝનનો ફાઈનલ મુકાબલો દુબઈમાં 15 ઓક્ટેમ્બરે યોજાશે.

Related Post

Verified by MonsterInsights