Thu. Jan 23rd, 2025

VADODARA : વાઘોડિયા તાલુકાના કુમેઠા ગામના તળાવમાંથી વનવિભાગ દ્વારા અને વાઇલ્ડ લાઇફ રેસક્યું ટ્રસ્ટ દ્વારા સાડા પાંચ ફુટનો મગર પાંજરે પુરવામાં આવ્યો

વાઘોડિયા તાલુકાના કુમેઠા ગામના તળાવમાંથી વનવિભાગ દ્વારા અને વાઇલ્ડ લાઇફ રેસક્યું ટ્રસ્ટ દ્વારા સાડા પાંચ ફુટનો મગર પાંજરે પુરવામાં આવ્યો હતો. મગર પાંજરે પુરાતા ગામલોકોને હાશકારો થયો હતો. જો કે હજી પણ બે મગર હોવાનું વન વિભાગ માની રહ્યું છે. જેના કારણે બે પાંજરા મુકવામાં આવ્યા છે.

ગામના તળાવમાં બેથી ત્રણ મગર આવી ગયા છે. તે અવાર નવાર બકરી, કુતરા અને વાછરડાઓ પર હુમલો કરતો હોવાનું અને ગામ લોકો તળાવમાં પાણી ભરવા કે કપડા ધોવા માટે જાય ત્યારે જોખમ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત મગર રાત્રીના સમયે તળાવ કિનારાના કેટલાક ઘરોની નજીક આવી જતો હોવાનું પણ જણાવ્યું હતું.

સરપંચે વન વિભાગનો સંપર્ક કરતા જ વાઇલ્ડલાઇફ રેસક્યું ટ્રસ્ટ અને વન વિભાગની ટીમ આવી પહોંચી હતી. મગરને પકડવા માટે તળાવના કિનારે પાંજરા મુકવામાં આવ્યા હતા. જેમાં 6 ફુટનો વિશાળ મગર પાંજરે પુરાયો હતો. મગર પાંજરે પુરાતા તેનું રેસક્યું કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

કુમેઠા ગામના લોકો માટે ત્રાસરૂપ બનેલા મગર પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગામલોકોના અનુસાર હજી પણ તળાવમાં 2 મગર હોવાની શક્યતા છે. આ આશંકાને પગલે વન વિભાગે બે વધારે પાંજરા મુક્યા છે. જેથી આ મગર જો પકડાય તો તેને સુરક્ષીત રીતે છોડી મુકી શકાય.

Related Post

Verified by MonsterInsights