Wed. Jan 15th, 2025

અમદાવાદ :ધો.12ના વિદ્યાર્થીઓને B1 અને B2 ગ્રેડ વધારે મળ્યો, માસ પ્રમોશનનો ઉલ્લેખ માર્કશીટમાં નથી કરાયો

અમદાવાદ : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 1 લાખથી વધુ વિદ્યાર્થીનું જાહેર કરવામાં આવ્યું છે. ધો.12 સાયન્સ નું 1,07,264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 3,245 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મેળવ્યો છે, 15,284 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મેળવ્યો છે.

તેથી વિદ્યાર્થીઓને એવરેજ B1 અને B2 ગ્રેડ મળતા થોડી નારાજગી જોવા મળી છે. કોરોના રોગચાળાને કારણે પરીક્ષા ન યોજાતા તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, જેનું પરિણામ પ્રથમ વખત 100 ટકા પરિણામ આવ્યું છે. પરંતુ તે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓની માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.

 

Related Post

Verified by MonsterInsights