Wed. Jan 15th, 2025

ગાંધીનગર / સરખેજ-ગાંધીનગર હાઇવે પરના સરગાસણ નવનિર્મિત ફલાયઓવર બ્રિજને ખુલ્લો મુકાયો

ગુજરાત માં રૂપાણી સરકાર તેના 5 વર્ષના શાસનની ઉજવણી કરી રહી છે. જે અંતર્ગત શનિવારે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં CM રૂપાણીએ મહાત્મા મંદિર ખાતે વિકાસ દિવસ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ઉજવણીમાં જોડાયા હતા. જેમાં તેમણે ગાંધીનગરના સરગાસણ ખાતે નવનિર્મિત ફલાયઓવર બ્રીજને ખુલ્લો મૂક્યો હતો. આ ફ્લાયઓવર બ્રીજ રૂ.35 કરોડના ખર્ચે નિર્મિત બનાવવામાં આવ્યો છે. આ ફલાયઓવર બ્રિજ બનતા જ સરખેજ ગાંધીનગર રાષ્ટ્રિય ધોરીમાર્ગ પર મુસાફરી કરતા લોકોને નવી સુવિધા મળશે

Related Post

Verified by MonsterInsights