Fri. Jan 3rd, 2025

ગીર સોમનાથ : નાયબ મુખ્યપ્રધાનના હસ્તે શુભારંભ, ગીર ગાયનું દેશી ઘી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વેચાણ થશે

ગીર સોમનાથ : શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મંદિર ખાતે શ્રી હરિહર બ્રાંડથી શુદ્ધ દેશી ગાયના ઘીનું વેચાણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રારંભ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો.


સોમનાથ ટ્રસ્ટ સંચાલીત ગૌશાળામાં 90 જેટલી ગીર ગાયો છે. અને તેમાંથી બનતા ઘીને મંદિરની અર્ચનામાં કામે લાગે છે. ત્યારબાદ વધેલા ઘીને શ્રી હરિહર બ્રાંડથી ભક્તોને વેચવામાં આવશે. આજે જયારે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સોમનાથના સાનિધ્યમાં મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. અને, દેવાધિદેવના દર્શન કર્યા હતા.

Related Post

Verified by MonsterInsights