Fri. Dec 27th, 2024

ગુજરાતમાં આ વર્ષે ગણેશોત્સવ ઉજવવા અપાઈ શરતી છૂટ

રાજ્ય સરકારે આગામી સમયમાં આવી રહેલા ગણેશોત્સવને લઈને પણ કેટલીક શરતી છૂટ આપી છે. આ અંતર્ગત સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં હાલ કોરોના નિયંત્રણમાં આવી ગયો છે. દૈનિક 30 આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે સરકાર પ્રતિબંધોમાંથી એક બાદ એક છૂટ આપી રહી છે. આ જ શ્રેણીમાં સરકારે કેટલાક મહત્વના નિર્ણય કર્યા છે.

રાત્રિ કર્ફ્યૂમાં 1 કલાકની રાહત

રાજ્ય સરકાર દ્વારા 8 શહેરમાં લાદેલા રાત્રિ કર્ફ્યૂમાં વધુ એક કલાકની રાહત આપવામાં આવી છે. એટલે કે આગામી 31 જુલાઈથી 8 મનપાઓમાં રાત્રિ કર્ફ્યૂ રાત્રીના 11થી સવારના 6 વાગ્યા સુધી અમલી રહેશે.

લગ્નમાં લોકોની સંખ્યામાં વધારો

રાજ્યમાં લગ્ન તેમજ જાહેર સમારંભો જે ખુલ્લી જગ્યામાં યોજવામાં આવે છે જેની મર્યાદા અગાઉ 200 હતી તેને વધારીને હવે 400 કરવામાં આવી છે. અને જો આ કાર્યક્રમ બંધ હોલમાં કરાશે તો હોલની 50 ટકા ક્ષમતા અને મહત્તમ 400 લોકોની મર્યાદામાં કોવિડ ગાઈડલાઈન સાથે યોજવાના રહેશે.

Related Post

Verified by MonsterInsights