Fri. Jan 3rd, 2025

ગુજરાત / આજથી 18 શહેરોમાં નાઇટ કર્ફ્યુ હટાવાયો, બાકીના 18 શહેરોમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ યથાવત

રાજયમાં આજથી રાહતનાં નવા નિયમો લાગું થયા છે. જૂના નિયમો 26 જૂનના રોજ સવારે 6 વાગ્યા સુધી લાગુ હતા, હવેથી નવા નિયમો આજથી લાગુ થઈ ગયા છે. આ નિયમો મુજબ હવેથી રાજયના 18 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ હટાવી દેવાયો છે. જયારે રાજયના બાકીનાં 18 શહેરોમાં રાત્રે 10 થી સવારે 6 સુધી નાઇટ કર્ફ્યૂ યથાવત રહેશે. આ નિયમો હવે દુકાનો સહિતના વ્યવસાયિક એકમોને રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ શકશે.

રાજ્યમાં કોરોના કેસો ધીરે ધીરે ઘટી રહ્યા છે. પરંતુ, આ વચ્ચે કોરોનાની ત્રીજી તરંગ પણ દસ્તક દેતી નજરે પડી રહી છે. ત્યારે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. કારણ કે કોરોનાની ત્રીજી તરંગ અંત્યત ઘાતક હોવાનું સંશોધનકારો અનુમાન લગાવી રહ્યા છે. તેથી લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું અનિવાર્ય છે. નહિતર બીજી લહેરે જે રીતે કેર વર્તાવ્યો, તેવા જ કેર સંભવિત ત્રીજી તરંગમાં જોવા મળી શકે છે.

તેથી લોકોને સામાજિક અંતર, માસ્ક પહેરવા પડે છે.

તો શહેરોમાં રેસ્ટોરાં, હોટલો 60 ટકાની ક્ષમતા સાથે રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. તેમજ હોટલ દ્વારા હોમ ડિલિવરી રાત્રે  12 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. 18 શહેરોમાં સંચાલકો, માલિકો, સ્ટાફે 30 જૂન સુધી રસી લેવી ફરજિયાત રહેશે, અને સિનેમાઘરો, મલ્ટિપ્લેકસ, ઓડિટોરિયમ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે. અને, પાર્ક અને બાગબગીચા રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે.

આ સાથે રાજયમાં પરિવહન સેવાઓ પણ ચાલું રહેશે. જેમાં જીએસઆરટીસી બસોને 75% ક્ષમતા સાથે છૂટ અપાઇ છે. જયારે વાંચનાલયોની ક્ષમતા મુદ્દે 60 ટકાને મંજૂરી અપાઇ છે.

Related Post

Verified by MonsterInsights