Wed. Jan 15th, 2025

ગુજ.બોર્ડનાં ધો.10-12નાં રિપિટરોની લેવાશે પરીક્ષા,નહીં મળે માસ પ્રમોશન, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા

રાજ્યમાં કોરોનાની બીજી લહેરનાં કારણે આજે પણ શાળા કોલેજોનાં દરવાજા બંધ રાખવાની ફરજ પડી છે. ત્યારે હવે સરકારે ધોરણ 10 અને ધોરણ 12 નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોસન આપવાનો નિર્ણય કર્યો હતો. જે બાદથી ઘણા વાદ-વિવાદો ઉભા થઇ ગયા છે. આ વચ્ચે આજે ગુજરાત બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. જેમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગુજરાત બોર્ડનાં ધોરણ-10-12 નાં રિપિટરોની પરીક્ષા લેવામાં આવશે.

આપને જણાવી દઇએ કે, ધોરણ- 10 અને ધોરણ -12 નાં વિજ્ઞાન પ્રવાહની અને સામાન્ય પ્રવાહનાં રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ રિપીટર વિદ્યાર્થીઓની 15 જુલાઈનાં ગુરુવારથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. જણાવી દઇએ કે, કોરોના મહામારીનાં કારણે આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં દૈનિક આંકડામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે હજુ સુધી પરીક્ષાનું વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યુ નથી. જે જલ્દી જ જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 વર્ષથી કોરોનાવાયરસનાં કારણે શાળાઓ અને કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મોટી તકલીફો પડી રહી છે. મહામારીનાં કારણે બાળકોને આજે ઘરે બેસીને શાળા કે કોલેજનું શિક્ષણ લેવાની ફરજ પડી રહી છે.

Related Post

Verified by MonsterInsights