Mon. Dec 30th, 2024

ગુડ ન્યૂઝ : ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને મળી બીજા ટ્રાયલની મંજૂરી, જલ્દી આવશે નાકથી અપાતી કોરોના રસી

ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલાજી એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવેલ કોરોના સામેની નાકથી આપવામાં આવતી પ્રથમ વેક્સિનને બીજા તબક્કાનું પરિક્ષણ કરવાની મંજૂરી મળી ગઇ છે. પ્રથમ તબક્કાનું પરિક્ષણ 18 થી 60 વર્ષની વયના લોકો પર કરવામાં આવ્યું હતું.

પ્રથમ તબક્કાનું પરીક્ષણ 18-20 વર્ષની વયના લોકો પર કરવામાં આવ્યું હતું

DBT એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત બાયોટેક દ્વારા નાકથી આપવામાં આવેલી વેક્સિનના બીજા તબક્કાના પરીક્ષણને મંજૂરી આપવામાં આવી છે. અગાઉના નિવેદન અનુસાર નાકથી અપાતી વેક્સિનના બીજા અને ત્રીજા તબક્કાને મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં પ્રથમ વખત આવી રસીનું પરીક્ષણને મંજૂરી આપવામાં આવી છે.


BBV 154 દેશની પ્રથમ વેક્સિન નાકથી અપાતી

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પરીક્ષણનો પ્રથમ તબક્કો સફળ રહ્યો છે અને પરિક્ષણમાં ભાગ લેનારા કોઇનામાં પણ વેક્સિન લીધા પછી કોઇ આડઅસર જોવા મળી નથી. મિશન કોવિડ સુરક્ષા મિશન ત્રીજા આત્મનિર્ભર પેકેજ હેઠળ લોન્ચ કરવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારત બાયોટેકની BBV154 રસી દેશની પ્રથમ નાકથી આપવામાં આવતી વેક્સિન છે.

 

Related Post

Verified by MonsterInsights